Abtak Media Google News
અબતક- રણજિત ધાંધલ- ચોટીલા

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર આવેલી હોટલ અને ઢાબા પર અનેક ગોરખ ધંધા ચાલતા હોય જેના પગલે ઉચ્ચ અધિકારીઓની સુચનાના પગલે સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ દ્વારા સાયલા પાસે આયા બોર્ડ નજીક આવેલી ન્યુ શક્તિ હોટલની પાછળના ભાગે દરોડો પાડી ગેરકાયદેસર કેમિકલના વેચાણનો પર્દાફાશ કરી ૨૪.૦૦૬ મેટ્રિક ટન કેમિકલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે વધુ ૩ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

૨૪.૦૦૬ મેટ્રિક ટન કેમિકલ સાથે એક શખ્સ ઝડપાયો: ૩ ફરાર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર હાઇવે પર હોટલ ઢાબાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ નેસ્તો નાબુદ કરવાની સુચનાને લઇ એલસીબી પી.આઇ એમ.ડી.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી હાઇ-વેપરની હોટલોમાં ચોરી છુપે પેટ્રોલિયમ પેદાશ, કેમિકલ પ્રવૃતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એેએસઆઇ વાજસુરભા, જુવાનસિંહ, ભુપેન્દ્રભાઇ, રૂતુરાજસિંહ, અમરકુમાર, ગોવિંદભાઇ, અશ્વિનભાઇ સહિત ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન ચોટીલા-સાયલા નેશનલ હાઇવે પરની ન્યુ શક્તિ હોટલ પાછળ હોટલે આવતા ટેન્કરમાંથી કેમીકલ કાઢવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે.

ગેરકાયદે પ્રવાહી અને ટેન્કર મળી એલસીબીએ રૂ.૪૦.૨૪ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

જે દરોડો કરતા ચુડાના ભાણેજડાના ગભરૂભાઇ જાગભાઇ ભાંભળા તેનો સાગરિત કાળુ અને અન્ય એક અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયા હતા. પોલીસ ટીમે ટેન્કરચાલકને પકડી તેની પુછપરછમાં પોતે યુપીના ઇલાહાબાદનો દુબાઇગામનો અરશદ અલીને હોવાનુ અને તેના માલિકની જાણ બાર બજારમાં વેચવા ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેતા હોવાનુ જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગર એલસીબીએ તપાસ કરતા આ ટ્રેલર ચાલક જ્યારે હોટલ પહોંચે ત્યારે કેમીકલ ભરેલુ ટ્રેલર ન્યુ શક્તિ હોટલ પાછળની ખુલ્લી જગ્યાએ લઇ જવામાં આવતુ હતુ. જ્યાં કેમીકલ કંપનીના તથા ટેન્કર માલીકની જાણ બહાર કેમીકલ કાઢવામાં આવતુ હતુ. આ ટેન્કર જે પકડાયુ તેના પાંચ બોક્ષ પૈકી એકમાં નળી નાંખી કેરબામાં ભરવામાં આવી રહ્યુ હતુ.તે દરમિયાન પોલીસ આવ પહોંચી ઝડપી પાડ્યુ હતુ.
પોલીસે દરોડામાં  ૨૪.૦૬૬ મેટ્રીકટન બેન્જીન કેમીકલ અને ટેન્કર, ખાલી કેરબા, મોબાઇલ, રોકડ સહિત રૂ.૪૦,૨૪,૫૩૬નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ટેન્કરચાલક અને ફરાર થયેલા ગભરૂ ભાંભળા, કાળુ અને અન્ય એક શખ્સ સામે સાયલા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.