Abtak Media Google News

રાજકોટ શહેર- જિલ્લામાં 850 કેસ : બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 14 કેસ નોંધાયા 

રાજ્યમાં કુલ 12206 કેસ નોંધાયા, 4339 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 1.51લાખ લોકોનું વેકસીનેશન 

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2231 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 850 થઈ ગઈ છે.જો કે સામે બોટાદમાં રાહત જોવા મળી છે. અહીં સૌથી ઓછા 14 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12206  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 4339 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 2231 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 764 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસો નોંધાયા છે. આમ કુલ 850 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 531 અને ગ્રામ્યમાં 100 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 2039 અને જિલ્લામાં 1623 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 324 અને ગ્રામ્યમાં 159 મળી કુલ 483 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 109 અને ગ્રામ્યમાં 50 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1286 અને જિલ્લામાં 2244 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 165 અને ગ્રામ્યમાં 122 કેસ નોંધાયા છે. શહેરમાં 81 અને ગ્રામ્યમાં 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1265 અને જિલ્લામાં 2335 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 99 અને ગ્રામ્યમાં 73  કેસ  નોંધાયા છે. જ્યારે શહેરમાં 50 અને જિલ્લામાં 51 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 828 અને જિલ્લામાં 1305 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 62 કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. 2087 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 49  કેસ નોંધાયા છે. 20 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને 2198 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 74 કેસ નોંધાયા છે. સામે 30 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 540 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 122  કેસ નોંધાયા છે. 88 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2950 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 76 કેસ નોંધાયા છે. 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2122 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 1756 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 42 કેસ નોંધાયા છે.સામે 12 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને  1756 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.