Abtak Media Google News

637 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: રાજરમાં 4225 એકિટવ કેસ: 3 દર્દીઓ વેન્ટીલેટર પર: સ્થિતિ થોડી ચિંતાજનક

રાજયમાં ફરી કોરોનાએ માથુ ઉંચકયું છે. બુધવારે ગુજરાતમાં એક જ દિવસમાં 28 ટકાના વધારા સાથે નવા 742 કેસ નોંધાયા હતા જોકે એક પણ દર્દીનું મોત નિપજયુંં નથી. રાજયમાં નવા 4225 એકિટવ કેસ છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. એક જ દિવસમાં કોરોનાના કેસમાં મોટા ઉછાળો નોંધાતા થોડી ચિંતા વધી છે.

મંગળવારે રાજયમાં કોરોનાથી બે વ્યકિતઓના મોત નિપજયા હતા ગઈકાલે બુધવારે કોરોનાના કેસમાં અચાનક અણધાર્યા ઉછાળો આવ્યો હતો. નવા 742 કેસ નોંધાતા ભારે ફફડાટ વ્યાપી જવા પામી છે. 24 કલાકમાં કોરોનાના કેસમાં 28 ટકાનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. ગઈકાલે 673 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા જોકે એક પણ દર્દીનું મોત ન થતા રાહત રહી હતી.

બુધવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા 260 કેસ, સુરત શહેર જિલ્લામાં 107 કેસ, મહેસાણામાં 63 કેસ, ભાવનગરમાં 53 કેસ, ગાંધીનગરમાં 47 કેસ, વલસાડમાં 22 કેસ, કચ્છમાં 19 કેસ, પાટણમાં 19 કેસ, જામનગરમાં 12 કેસ, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ, નવસારીમાં 9 કેસ, અમરેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આઠ-આઠ કેસ, આણંદ અને ભરૂચમાં 7-7 કેસ, મોરબીમાં ચાર કેસ ખેડામાં ચાર કેસ, અરવલ્લીમાં 3 કેસ, જૂનાગઢમાં 2 કેસ, પોરબંદરને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજયમાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા નવેસરથી ચિંતા ઉભી થવા પામી છે. સતત પાંચેક દિવસ સુધી ઘટાડા બાદ એક દિવસમાં કેસમાં 28 ટકાનો વધારો થતા જનતામાં ફફડાટ વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.