Abtak Media Google News

“ત્રિદેવ” માંથી એકને મંજુરી; ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટ્યિુટની રસી “કોવિશિલ્ડ”ને આપાતકાલીન ઉપયોગ માટે બહાલી

૪ થી ૬ અઠવાડિયાના અંતરે કોવિશિલ્ડના બે ફુલ ડોઝ આપવાની યોજના: DCGIની લીલીઝંડીની રાહ

કોરોના વાયરસને નાથી મહામારીના આ કપરા કાળમાંથી ઉગરવા દરેક દેશો પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે અમેરિકા, બ્રિટન, રશિયા તેમજ સાઉદી આરબ સહિતના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે, ભારત પણ કર્મુતા ઉતરતા જ ‘કોરોના કવચ’ માટે તૈયાર થઈ ગયું છે. નવા વર્ષનાં પ્રથમ દિને એકસપર્ટ કમીટીએ ‘ત્રિદેવ’ રૂપી એક રસી કોવિશિલ્ડને બહાલી આપી દીધી છે. ઓકસફર્ડ અને એસ્ટ્રોજેનેકા દ્વારા વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટિટયુટની આ રસીના ડોઝ ૪ થી ૬ અઠવાડિયાના અંતે બે ફુલ ડોઝ આપવામાં આવશે જોકે, આ માટે હજુ ડીસીજીઆઈની મંજૂરી મળવાની બાકી છે.

નોંધનીય છે કે, આ જ માસમાં ભારતમા રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. જેમાં ભારત ‘ત્રિદેવ’નો ઉપયોગ કરવાનું છે. ત્રિદેવના આ રૂપમાં સ્વદેશી રસી કોવેકિસન સીરમ ઈન્સ્ટિટયુટની કોવિશિલ્ડ તેમજ ઝાયડસ કેડિલાની ઝોયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી એકને મંજૂરી મળી ગઈ છે. બ્રિટન અને અમેરિકા બાદ ભારત ત્રીજો દેશ બન્યો છે કે જેણે ઓકસફર્ડની રસી ફોવીશિલ્ડને અનુમતિ આપી દીધી હોય.

પીએમ કેર્સ ફંડમાંથી ૧૦ કરોડ ડોઝ મંગાવાશે

પ્રથમ તબકકા માટે કોવિશિલ્ડના ૧૦ કરોડ ડોઝ મંગાવાય તેવી શકયતા છે. અને આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી પૈસાની ચૂકવણી થશે.

દર પંદર દિવસે કંપનીએ અહેવાલ આપવો પડશે

એકસપર્ટ કમીટી દ્વારા અમુક શરતોને આધીન આપાતકાલિન ઉપયોગ માટે કોવિશિલ્ડ રસીને મંજૂરી પ્રદાન કરાઈ છે. જે મુજબ વોલ્યન્ટર્સને ડોઝ અપાયા બાદ આડઅસર જેવી સ્થિતિમાં દર ૧૫ દિવસે સરકારને અહેવાલ આપવો પડશે. કોવિશિલ્ડની આ રસી ૩-૮ સેલ્સીયન્સ તાપમાને જળવાય છે. સીરમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ રસીનાં ૫૦ કરોડ ડોઝ ભારતને આપવાની યોજના છે.

 

આવતા અઠવાડિયાથી રસી આપવાનું શરૂ થઈ જશે??

* ભારતમાં સૌ પ્રથમ કોવિશિલ્ડના ડોઝ અપાય તેવી શકયતા છે.

* DCGIની આવતા ૭ થી ૧૦ દિવસમાં મંજૂરી મળ્યા બાદ તરત જ રસીકરણ શરૂ થાય તેવી ધારણા

* જુલાઈ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.