Abtak Media Google News

આગામી બે અઠવાડિયા ભારત માટે ખરાખરીના જંગ સમાન

આવતીકાલે લોકડાઉન પુરૂ થતું હોય આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર કઇ પ્રકારની જાહેરાત કરશે તે અંગે ઉત્કંઠા વધી

કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનેલા લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. વર્તમાન સમયે સંક્રમીતોની સંખ્યા પાંચ આંકડાને પાર કરવા જઈ રહી છે.  ભારતમાં અત્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા ૯૨૦૦ લોકો હોવાનું ડબલ્યુએચઓના આંકડા કહી રહ્યાં છે. ગઈકાલે આંકડો ૮૪૦૦ નજીક હતો, હવે ટૂંક સમયમાં સંક્રમીત લોકોની સંખ્યા પાંચ આંકડાને પાર થઈ જશે. સતત વધી રહેલા કેસ ભારત માટે ચિંતાનું કારણ બની ગયા છે. આવતીકાલે લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે જો દેશમાં હલન-ચલનને સદંતર છુટ આપવામાં આવશે તો ખુબજ ટૂંકા સમયમાં કોરોના વાયરસ લાખો લોકોને શિકાર બનાવશે તેવી દહેશત છે.

Advertisement

આરોગ્ય મંત્રાલયના મત મુજબ કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ૨૦ ટકા લોકોને આઈસીયુના સપોટ કે ક્રિટીકલ કેરની જરૂ ર ઉભી થાય છે. દેશમાં વસ્તીની દ્રષ્ટીએ જો આ ટકાવારીનો અંદાજ લગાવીએ તો હાલ આરોગ્ય બાબતે ગંભીર પરિણામો મળી શકે છે. આઈસીયુ અથવા તો ક્રિટીકલ કેરની સારવાર તમામને મળી શકે તેમ નથી. જેથી જેમ બને તેમ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી અટકે તે જરૂ રી છે. લોકડાઉનની સ્થિતિમાં જરૂ રીયાતમંદોને ખોરોક, છત, દવા સહિતની વસ્તુઓ યોગ્ય સમયે મળી રહે તે આવશ્યક છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વિનામુલ્યે એલપીજી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતના માધ્યમથી લોકોને રાહત અપાશે.

મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. કેરળ અને ગુજરાતમાં સતત કેસ વધવાથી તંત્ર મુંઝવણમાં મુકાયું છે. સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના કારણે ૧.૧૪ લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે. એકલા યુરોપમાં જ ૭૫,૦૦૦ લોકોના મોત કોરોનાથી થયા છે. જે પૈકીના ૮૦ ટકા મોત ઈટાલીમાં થયા હોવાનું સામે આવે છે. સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનની હાલત પણ ખરાબ છે. દરરોજ મોતની સંખ્યા વધતા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ હતી. લોકડાઉન દરમિયાન પણ દેશમાં સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની ગયા છે. આગામી બે દિસવમાં લોકડાઉન પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે જો ફરીથી અગાઉની જેમ છુટછાટ આપવામાં આવશે તો કેસની સંખ્યા છ આંકડાને પણ પાર થાય તેવી સ્થિતિ નિષ્ણાંતો સેવી રહ્યાં છે. ઈટાલી અને અમેરિકા જેવા વિકસીત દેશો જો કોરોના સામે પૂરી તાકાતથી લડી શકતા ન હોય ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં વાયરસ અન્ય દેશની જેમ તિવ્રતાથી નુકશાન કરે તો ખુબજ ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી દહેશત છે. જેથી અત્યારથી જ કોરોનાને રોકવા લોકડાઉન વધારવામાં આવે તે હિતાવહ હોવાનું આરોગ્ય સાથે સંકળાયેલા લોકો માની રહ્યાં છે.

  • ગુજરાતમાં કોરોનાના કેસ ૫૦૦ને પાર

ગુજરાતમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે સરળ રીતે વાતાવરણમાં પ્રસરી ચેપ ફેલાતા અટકાવવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માસ્ક ફરજિયાત પહેરવાંનું નક્કી કરી લોકલ ટ્રાન્સમિશન પર અંકુશ લગાવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વધુ ૨૨ પોઝિટિવ કેસ સાથે આંકડો ૫૩૮ સુધી પહોંચતા ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે આવી ગયું છે. અમદાવાદ શહેરને કોરોના વાયરસ માટે રાજ્યનું એપિસેન્ટર જાહેર કરી શહેરની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સાથે પોલીસની સાથે પેરામિલિટરી, સીઆરપીએફ – બીએસએફ પણ તહેનાત કરી દેવામાં આવી છે. ભવિષ્યમાં સુરત,વડોદરા અને રાજકોટમાં પણ લાગુ પાડવામાં આવે તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં વધતા જતા કોરોના કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ બાદ રાજ્ય દેશભરમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. એક માસ થી પણ ઓછા સમયગાળામાં રાજ્યમાં કુલ ૫૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકલ ટ્રાન્સમિશન ના કારણે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ૨૦૦૦ જેટલા સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં વધુ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૫૩૮ પોઝિટિવ કેસ સામે ૪૫૦ પોઝિટિવ કેસ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવના કારણે ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ અમદાવાદમાં પોઝિટિવ દર્દીઓ નોંધાતા એપિસેન્ટર તરીકે જાહેર કરી શહેરની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. અને પોલીસ, એસઆરપી સહિત સીઆરપીએફ – બીએસએફ ની ટીમ લાદી દેવામાં આવી છે. અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ફોર્સ તૈનાત કરવાની વિચારણા ચાલી રહી છે.અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે હાલત બેકાબુ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલના તપાસણીનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.

રાજયમાં વધુ ૨૨ પોઝીટીવ કેસ નોંધાતા આંકડો ૫૩૮ સુધી પહોંચ્યો છે. આજરોજ અમદાવાદમાં ફરી સૌથી વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાતા કુલ ૨૯૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં વધુ ૫, બરોડામાં ૧ અને બનાસકાંઠામાં વધુ ૨ કેસ કોરોના પોઝીટીવનાં નોંધાયા છે. રાજયમાં વધુ ૨ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૨૬ સુધી પહોંચ્યો છે. લોકલ ટ્રાન્સમિશનનાં કારણે વધતા જતા પોઝીટીવ કેસ દ્વારા આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. અત્યાર સુધી રાજયનાં ૧૯થી વધુ જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. હાલ રાજયમાં ૪૬૧ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૪ દર્દીઓની હાલત ગંભીર જણાઈ રહી છે. અત્યાર સુધી રાજયમાં ૪૭ જેટલા દર્દીઓને કોરોનાનાં સંક્રમણથી મુકિત મળી છે.

રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. આજ થી શહેરમાં લોકો માટે માસ્ક અથવા મોઢે રૂ માલ બાંધવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પેહનાર વ્યક્તિને રૂ .૧૦૦૦ થી રૂ .૫૦૦૦ સુધીના દંડની જોગવાઈ અને કાયદાના ભંગ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ માઈક્રો બાયોલોજી લેબ ખાતે આજરોજ વધુ ૪૦ સેમ્પલો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેમાં ૨૫ પુરુષો, ૧૫ મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી ૪૦ સેમ્પલમાંથી ૧૧ સેમ્પલનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને વધુ ૨૯ સેમ્પલનાં રીપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • સીએએ સમયે પથ્થરમારો કરનારાઓએ સુરક્ષા કર્મીઓ પર ફુલોનો વરસાદ કર્યો!!!
  • બહારો ફુલ બરસાઓ…

Stones To Flowers Surprise For Cops In Sh

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો ચેપ હવે ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના ભયથી હવે લોકોની માનસિકતામાં પણ ઝડપથી ફેરફાર આવી રહ્યો છે. જેનું જીવંત દ્રષ્ટાંત ગઈકાલે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં જોવા મળ્યું હતુ લઘુમતી બહુમતિવાલા એવા શાહ આલમ વિસ્તારમાં થોડા સમય પહેલા સીએએના વિરોધમાં પોલીસ સ્ટાફ પર પથ્થરમારો થયો હતો. જેમાં અમદાવાદ પોલીસના એસીપી રાજદીપસિંહ રાણા ઘાયલ થયા હતા પોલીસ સાથે હંમેશા દુષ્મનાવટની દ્રષ્ટિથી જોતા આ વિસ્તારનાં લઘુમતિઓમાં લોકડાઉન દરમ્યાન પોલીસ તંત્રન કામગીરીથી તેમના પ્રત્યેની લાગણીમાં ફેરફા થવા પામ્યો છે.

ગઈકાલે લોકડાઉનના કડક અમલ કરાવવા માટે અમદાવાદ પોલીસના સ્ટાફે એસીપી રાજદીપસિંહ રાણાની આગેવાનીમાં મિલ્લાનગરથી પગપાળા પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ ૪૦ પોલીસ કર્મીઓનો આ સ્ટાફ અતિ સંવેદનશીલ ગણાતા શાહ આલમ વિસ્તારમાં પહોચ્યો હતો. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ તેમની બાલ્કનીમાથી પોલીસ સ્ટાફ પર ફૂલો વરસાવીને અને તાળીઓ પાડીને પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. આ વિસ્તારમાં ચાર માસ પહેલા થયેલા પથ્થરમારામાં ઈજા પામેલા એસીપી રાણા પણ સ્થાનિક રહેવાસીઓનાં આવા સ્વાગતથી ગદગદીત થઈ ગયા હતા અને પોતાની આવી નોકરી બદલ ગર્વની લાગણી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા શાહ આલમ વિસ્તારના ગરીબ પરિવારોને લોકડાઉન દરમ્યાન જમવા માટે યોગ્ય ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી.

  • કોરોનાથી સુરક્ષિત કરવા ડીઝિટલાઇઝેશન : ‘આરોગ્ય સેતુ’ એપમાં ધડાધડ ૩ કરોડથી વધુ જોડાયા

With Aarogya Setu App India Has Shown The

વિશ્ર્વ આખામાં પૈસા ઉપાડવા કે મનોરંજન કરવા માટે જ ખાલી ડિજિટલાઈઝેશનનો ઉપયોગ નથી કરવામાં આવતો પરંતુ હાલ લોકો આજ માનસિકતા સાથે જાણે જીવી રહ્યા હોય તેવું લાગે છે. કેન્દ્ર સરકાર અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પૂર્ણત: ડિજિટલાઈઝ કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કોઈપણ જગ્યાએ કોઈપણ ચીજવસ્તુઓ ડિજિટલ માધ્યમથી મળી રહે તે માટે ડિજિટલાઈઝેશનનો ઉપયોગ દરેક ક્ષેત્ર માટે કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીનાં જોયેલા સ્વપ્ન મુજબ દરેક ક્ષેત્ર પૂર્ણત: ડિજિટલાઈઝ કરવામાં આવે તે માટે હાલ કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે હાલ જે રીતે સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે તેનાથી દેશને ઉગાડવા અને લોકોને સુરક્ષિત કરવા આરોગ્ય સેતુ એપ્લીકેશન બનાવવામાં આવી છે કે જે ડિજિટલાઈઝેશન પ્રયત્નને પૂર્ણ કરવામાં આવ્યું હોય તેવું પણ લાગે છે. હાલ ડિજિટલાઈઝેશનનો ઉપયોગ કોઈપણ દેશ કરી શકયું નથી ત્યારે ડિજિટલાઈઝેશનનાં અનેકવિધ ફાયદાઓ પણ રહેલા છે જે માટે સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ્લીકેશન શનિવારનાં રોજ લોન્ચ કરવામાં આવી હતી જેને ૩ કરોડથી વધુ લોકોએ ૨જ દિવસમાં સ્વિકારી છે

અને તેમના સ્માર્ટફોનમાં ઈનસ્ટોલ પણ કરી છે. આરોગ્ય સેતુ એપ્લીકેશનથી લોકોને અત્યંત મદદરૂ પ સાબિત થશે. કેન્દ્ર સરકારનાં ઈલેકટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયનાં સહકાર સાથે તૈયાર કરેલી આ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લીકેશન જીપીએસ તથા બ્લુ ટુથ બંનેનો ઉપયોગ કરે છે. જીપીએસનાં આધારે વપરાશકર્તાનું ચોકકસ લોકેશન નકકી થાય છે જયારે બ્લુ ટુથના આધારે એ ખ્યાલ આવશે કે તમે કયારે અને કયાં કોઈ કોરોના વાયરસ ધરાવતી વ્યકિતથી લગભગ ૬ ફુટ જેટલા નજીકનાં અંતરથી પસાર થયા હતા. આરોગ્ય સેતુ એપમાં સરકારમાં નોંધાયેલા કોરોના કેસોનાં તમામ ડેટા ફીડ કરી દેવામાં આવ્યા છે. વધુને વધુ લોકો આ એપ્લીકેશન ડાઉનલોડ કરશે તો તેમાં પોતાની વિગતો ઉમેરશે જેથી આ એપ્લીકેશનનો ઉપયોગીતા પણ વધશે. આ એપમાં ટ્રેકીંગ ઉપરાંત કોવિડ-૧૯ વિશે ઉપયોગી માહિતી તથા સલાહ-સુચનો પણ આપવામાં આવ્યા છે.

  • માઇગ્રેટ થયેલા કામદારોને પરત લાવવા તાતી જરૂર

કોરોનાનાં પગલે જે રીતે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉન જોવા મળી રહ્યું છે ત્યારે ધંધા રોજગારને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ દરેક ક્ષેત્રનાં ઉધોગપતિઓને એક જ ચિંતા સતાવી રહી છે કે લોકડાઉન બાદ કારીગરોની સ્થિતિ શું હશે ? આ તકલીફનું મુખ્ય કારણ તો એ છે કે, હિજરત કરેલા એટલે કે માઈગ્રેેટેડ કામદારો કે જે કોઈપણ ધંધા-રોજગાર સાથે સંકળાયેલા છે તે તેમનાં વતન પરત ફર્યા છે ત્યારે તેઓ પાછા કયારે આવશે તે સૌથી મોટો પ્રશ્ર્ન સામે આવ્યો છે જેને લઈ યુનિયન મિનીસ્ટર નિતીન ગડકરીએ ચિંતા વ્યકત કરી હતી. તેમના જણાવ્યા મુજબ સરકારી તથા ખાનગી કંપનીઓએ માઈગ્રેડ થયેલા કામદારોમાં ભરોસો સ્થાપિત કરવો પડશે અને તેઓને કામ પર પરત બોલાવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા હાલ લોકડાઉનની સ્થિતિ જયારે જોવા મળી રહી છે ત્યારે રોડનાં કામ પૂર્ણ ચાલુ કરવા માટે પણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ રોડ-રસ્તાનાં સમારકામ માટે જે કારીગરો કામ કરી રહ્યા છે તે પુરતા પ્રમાણમાં કેમ્પોમાં વસવાટ કરે છે જેથી તેઓને કામ પર લગાડી શકાય અને ઝડપભેર જે હાઈવેનાં પડતર કામો છે તેને પણ પૂર્ણ કરી શકાશે. એવી જ રીતે લઘુ અને મધ્યમ ઉધોગો તેમના કારીગરોને વિશ્ર્વાસમાં લઈ કામ પર પરત ફરવા માટે જણાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સરકારનાં જણાવ્યા મુજબ જો લોકડાઉન વધારવામાં આવશે તો ક્ધટ્રકશન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ઉધોગો અને ઉત્પાદન યુનિટોને ચાલુ કરવામાં આવશે જેથી ઉત્પાદન અટકે નહીં અને દેશની આર્થિક સ્થિતિ પર વધુ બોજ પડે નહીં.

  • શું ઇટાલીમાં કોરોનાનો કહેર ઘટયો? પ્રથમ વખત આંકડામાં ઘટાડો

ચીન અને અમેરિકાની જેમ કોરોના વાયરસે ઈટાલીમાં પણ ભારે તારાજી સર્જી છે. ઈટાલીમાં ૧૯૮૯૯ લોકોના મોત કોરોનાના કારણે થઈ ચૂકયા છે. અત્યાર સુધી દરરોજ ૪૫૦૦ જેટલા નવા કેસ ઈટાલીમાં નોંધાતા હતા અને મોતની સરેરાશ પણ ૭૦૦ નજીક હતી. આવા સંજોગોમાં ગઈકાલે ૪૩૧ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા હોવાનું સામે આવતા હવે ઈટાલીમાં કોરોના વાયરસની તિવ્રતા ઓછી થઈ હોવાનું ફલીત થાય છે.

ગઈકાલે ૪૦૯૨ પોઝિટીવ કેસ નોંધાયા હતા. બે દિવસ પહેલા આ કેસની સંખ્યા ૪૬૯૪ જેટલી હતી. અગાઉ મોતની સંખ્યા પણ ખુબજ વધુ હતી. જો કે, હવે સમયાંતરે સરેરાશ ઘટી રહી હોવાનું ફલીત થાય છે. ઈટાલીમાં ફેબ્રુઆરી બાદ કોરોના વાયરસના સતત કેસના કારણે સમગ્ર વિશ્ર્વ ચિંતામાં મુકાઈ ગયું છે.

  • મનોચિકિત્સકો હવે મનોરોગીઓની સારવાર વીડિયો કોન્ફરન્સથી કરશે

લોકડાઉન દરમિયાન લોકોની માનસિક બીમારીઓ દૂર કરવા માટે હવે મનોચિકિત્સકો વિડિયો કોન્ફરન્સનો ઉપયોગ કરશે. તાજેતરમાં આરોગ્ય મંત્રાલય દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સારવાર મુદ્દે કેટલાક પાયાના ધારા-ધોરણો ઘડી કઢાયા છે. લોકડાઉનમાં દવાના પ્રિસ્ક્રીપ્શનની હાર્ડ કોપી પણ દર્દીઓને પહોંચાડાશે. યુરોલોજીકલ સમસ્યામાંથી પસાર થતાં દર્દીઓને સોફટ કોપી પ્રિસ્ક્રીપ્શનથી દવા મળી રહેશે. કેટલીક દવાઓ અગાઉ સરકારની ગાઈડ લાઈન હેઠળ અમુક સંજોગોમાં જ અપાતી હતી. તેમાં પણ કેટલીક છુટછાટ આપવામાં આવી રહી છે. વિડિયો લીંકના માધ્યમથી તબીબો હવે દર્દીઓને અમુક દવાઓ લખીને આપી શકશે. લોકડાઉનની સ્થિતિમાં ન્યુરોલોજીકલ દવાઓ મળવી મુશ્કેલ હોય દર્દીઓની હાલત ખરાબ થતી હોય છે જેથી મનોચિકિત્સકો માટે ખાસ સુવિધાઓ ઉભુ કરવામાં આવી છે.

  • લોકહિતમાં કેબલ ઓપરેટરો અને બ્રોડકાસ્ટરોએ પ્રસારણ અવિરત ચાલુ રાખવું જોઇએ

લોકડાઉન દરમિયાન લોકહિતને ધ્યાનમાં રાખીને કેબલ ઓપરેટરો અને બ્રોડકાસ્ટરોએ પ્રસારણ અવિરત ચાલુ રાખવું જોઈએ તેવી હિમાયત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા થઈ છે. જો કે, વર્તમાન સમયે સ્થાનિક કક્ષાએ કેબલ ઓપરેટરોને સર્વિસને જાળવવાના હેતુથી બહાર નીકળવા માટે પાસ પણ ન મળતા હોય મોટી દ્વિધા ઉભી થઈ છે. લોકડાઉનના સમયગાળામાં લોકોના શ્રેષ્ઠ સાથી તરીકે ટીવી અને ઈન્ટરનેટ સામે આવ્યા છે. ત્યારે ડીટીએચ પ્રોવાઈડરો, મલ્ટી સીસ્ટમ ઓપરેટરો અને સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા લોકોને અવિરત પ્રસારણ આપવું જોઈએ તેવું સુચન સરકાર દ્વારા થયું છે. કપરા સમયમાં લોકોને યોગ્ય સુવિધા મળી રહે તે સુનિશ્ર્ચીત કરવાનું કામ પ્રસારણ મંત્રાલય દ્વારા થયું છે. પરંતુ સ્થાનિક કક્ષાએ કેબલ ઓપરેટરોને તંત્ર દ્વારા સહાયતા ન મળતી હોવાથી ફરીથી સરકારી આદેશોમાં વિસંગતતા જોવા મળી રહી છે.

  • માલ સાથે ફસાયેલા ૩.૫ લાખ ટ્રકોને ઠેકાણે પહોંચાડવા ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને કામે લગાડાયા!

Truck

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લોકડાઉન દરમ્યાન જીવન જરૂ રી સિવાય તમામ પ્રકારનાં ધંધા વ્યવસાય અને માર્ગ પરિવહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા હતા જેના કારણે એક સ્થાનેથી માલને ટ્રકોમા ભરીને બીજા સ્થાને ડીલેવરી કરવા નીકળેલા ૩.૫ લાખ જેટલા ટ્રકો રસ્તાઓ પર ફસાય જવા પામ્યા છે. આ ૩.૫ લાખ ટ્રકોમાં આશરે ૩૫ હજાર કરોડ રૂ ા.નો માલસામાન ફસાય જવા પામ્યો હતો. માર્ગમાં ફસાયેલા આ ટ્રકોને તેમના ડીલેવરી સ્થાન સુધી પહોચાડવા વ્યવસ્થા કરવા ટ્રાન્સપોર્ટરોએ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી જેથી કેન્દ્રમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આવા ફસાયેલા ટ્રકો અંગેની વિગતો ટ્રાન્સપોર્ટ ઓપરેટરો પાસેથી માંગી છે.

કેન્દ્ર સરકારનાં કેબીનેટ સચિવ રાજીવ ગુળાની સૂચનાથી કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજય સરકારોને પત્ર લખીને માર્ગમા ફસાયેલા આવા ટ્રકોને તેમના ડીલેવરી સ્થાને પહોચાડવા વ્યવસ્થા કરવા જણાવ્યું છે. ઉપરાંત કેન્દ્રીય પરિવહન મંત્રાલયે દેશના મુખ્ય ચાર ટ્રાન્સપોર્ટ એસોસીએશનો એઆઈએમટીસી, એઆઈટીડબલ્યુંએ, એસઆઈએમ ટીએ અને એઆઈસીઓજીઓએને પણ પત્ર લખીને માર્ગપર માલ સામાન સાથે ફસાયેલા ટ્રકોના રજીસ્ટ્રેશન નંબર, ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર, હાલમાં જયાં ટ્રક હોય ત્યાંનું સ્થાન, માર્ગમાં ફસાયાનું કારણ સહિતની વિગતો તુરંત પૂરી પાડવા જણાવ્યું છે. ટ્રાન્સપોર્ટરો પાસેથી આ માહિતી મળ્યા બાદ કેન્દ્ર સરકાર જે રાજયમા આવા ટ્રકો ફસાયા હશે તે રાજય સરકારને તેની વિગતો પુરી પાડીને તેના ડીલેવરી સ્થાને પહોચાડવાની યોગ્ય વ્યવસ્થા કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતુ.

  • હોટસ્પોટ વિસ્તારોમાં જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘર સુધી પહોંચાડવા તંત્ર સજ્જ

કોરોનાનાં કારણે વિશ્ર્વભરમાં લોકડાઉન સર્જાયું છે ત્યારે ભારતની સ્થિતિ પણ લોકડાઉનમાં અત્યંત કફોડી બની છે ત્યારે કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોને જીવનજરૂ રીયાત વસ્તુઓ મળી રહે તે માટે તંત્રએ તેમનાં ઘર સુધી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે સજજ બન્યું છે. સરકાર દ્વારા આ તમામ વિસ્તારોને હોટસ્પોટ વિસ્તારો ગણવામાં આવ્યા છે. યુનિયન હોમ મિનીસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે વિસ્તારને કોવિડ-૧૯ હેઠળ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હોય ત્યાં તેઓને તમામ જરૂ રીયાતની ચીજ-વસ્તુઓ પહોંચાડવામાં આવે જેથી લોકો તેમના ઘરની બહાર ન નિકળે અને લોકડાઉનનું પૂર્ણત: પાલન કરે. હાલ તમામ રાજય સરકારો ત્યાંની સ્થાનિક સંસ્થાઓને સાથે લઈ આ કાર્ય પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. કોવિડ-૧૯ હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજય તથા જિલ્લાઓને તાકિદ કરી હોટસ્પોટ જાહેર થયેલ વિસ્તારોમાં ૨૪ કલાક લોકો ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે અને એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા કઈ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. હાલ આ કાર્યમાં પોલીસ તથા સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયેલા છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર દ્વારા ગોડાઉન તથા કોલ્ડ સ્ટોરેજને પણ તાકિદ કરવામાં આવી છે કે તેઓ પણ તમામ જીવન જરૂ રીયાત ચીજવસ્તુઓનો સ્ટોક રાખે. આ કાર્યમાં જે કોઈ લોજીસ્ટીક એટલે કે પરીવહન ક્ષેત્રે જે તકલીફો પડી રહી છે તેને દુર કરવા પણ હાલ સરકાર પ્રયત્નશીલ છે.

  • ઉજ્જવલા યોજનાના લાભાર્થીનો ચુલ્લો ‘જલતો’ રહેશે : ૩ માસ સુધી નિ:શુલ્ક એલપીજી અપાશે

1 6

કોરોનાનાં કારણે અનેકવિધ રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર લોકોને કોઈપણ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ઘણાખરા પ્રયત્નો પણ હાથ ધરી રહ્યા છે જેમા ઉજજવલા યોજનાનાં લાભાર્થીઓનો ચુલો આગામી ૩ માસ સુધી બંધ નહીં થાય તે વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે જેમાં ૭.૧૫ કરોડ ઉજજવલા યોજનાનાં લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર આગામી ૩ માસ સુધી નિ:શુલ્ક આપવામાં આવશે તેમ પણ જાણવામાં આવી રહ્યું છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજય સરકારે મળીને કુલ રૂ .૬૨૧૦ કરોડના પેકેજ જાહેર કર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે,ગરીબ,વંચિત અને ગંગા સ્વરૂ પ બહેનો, મધ્યમ વર્ગ સહિત સમાજના વિવિધ ર્વગને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે રૂ .૩૯૫૦ અને રાજય સરકારે રૂ .૨૨૫૯ કરોડની સહાય કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી ગરીબ ક્લ્યાણ પેકેજ અ્ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યા છે. મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળ ગુજરાતના ૪૭,૮૧,૪૨૬ ખેડૂત લાભાર્થીને કુલ રૂ .૯૫૬.૨૮ કરોડની રકમ ચુકવાઇ છે. રેશનીંગ મારફત ગુજરાતના ૬૮ લાખ કાર્ડધારકને રૂ .૧૧૮૨ કરોડનું વધારાનો અનાજનો જથ્થો અપાયો છે. ઉપરાંત વૃધ્ધ,ગંગા સ્વરૂ પ માતા-બહેનોને બે મહિના સુધી રૂ .૫૦૦-૫૦૦ લેખે રૂ .૧૦૦૦ ચુકવવાનો નિર્ણય લીધો છે જેના પરિણામે ૫.૮૦ લાખ વૃધ્ધ લાભાર્થી અને ૧૦,૭૦૦ દિવ્યાંગ લાભાર્થી અને ૯૭,૪૩૭ ગંગા સ્વરૂ પ બહેનોને લાભ મળશે. જન-ધન બેંન્ક ખાતુ ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ .૫૦૦ લેખે ત્રણ મહિના સુધી ૭૪ લાખ મહિલાઓને રૂ.૧૧૧૦ કરોડની સહાય કરી છે. ઉજજ્વલા યોજના હેઠળ લાભાર્થીને ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર વિનામુલ્યે કેન્દ્ર સરકારે આપ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.