Abtak Media Google News

૧૮૫૬માં દુકાળ દરમિયાન ગામમાં હજારો લોકોનાં ટપોટ મોત નિપજ્યા હતા : અગ્નિ સંસ્કારથી રોગ વધુ ફેલાતો હોય મૃતકોને તળાવની પાળમાં દફન વિધી કરાઇ હતી

કોરોના વાઇરસે સુરેન્દ્રનગર જિલ્લા માં ૧૨૦ વર્ષ પહેલાં આવેલ મરકી રોગ ની યાદ અપાવી છે. ઇ.સ ૧૮૫૬માં જેનો પુરાવો પૂરતું જિલ્લાનું મોટી મોલડી ગામમાં આ રોગના પગલે હજારો લોકોના મોત થયા હતા. આ ગામમાં તે સમય ના ચોટીલાના રાજવી દરબાર સાહેબ સાર્દુળ ખાચરે મોટી મોલડી ગામમા લોકોને રોજગાર મળે તેમજ ખેતી માટે પાણી મળી રહે તે ઉમદા હેતુથી તળાવ બંધાવવાનું કામ શરૂ કરાવેલ.

ત્યારે આ મરકી રોગથી મારનાર લોકોને તળાવ પાળે દફનવિધિ કરી આ તળાવની પાળ બાંધવામાં આવી છે. ત્યારે ગામના લોકોએ કોરોના ની હાડમારી વચ્ચે મરકી રોગની યાદગીરીને તાજી કરી. હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેશોનો આંકડો પંદરસોને પાર પહોંચ્યો છે. ત્યારે આખું વિશ્વ કોરોનાવાયરસ સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સમગ્ર દેશ ઉપરાંત ગુજરાતને  લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકો કોરોનાવાયરસ થી બચે તે માટે સતત સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ વહીવટી તંત્ર દ્વારા ૧૪૪ની કલમ લગાવીને જિલ્લાને  લોકડાઉન કરવામાં આવ્યું છે અને જિલ્લાની જનતા અત્યાર સુધી સારું એવું  લોકડાઉન  નું પાલન કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાવાયરસ નો કેસ નોંધાયો નથી સુરેન્દ્રનગર જિલ્લા માટે સારી એવી બાબત ગણી શકાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ  લોકડાઉન સારું એવું પાલન કરવામાં આવી રહ્યું છે.

આખું વિશ્વ હાલ કોરોનાવાયરસ સામે લડી રહ્યું છે ત્યારે ઈસવીસન ૧૮૫૬માં સમગ્ર પ્રદેશમાં દુષ્કાળની પરિસ્થિતિ જેને આજની તારીખે છપ્પનિયો દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે તેની અસર ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વધુ જ થઈ હતી ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતિમાં મરકી નામનો રોગ પણ જિલ્લામાં આવ્યો હતો જેના કારણે હજારો લોકોના મોત થયા હતા.. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોલડી ગામના લોકો ને કોરોનાવાયરસ એ મરકી  રોગની યાદ ફરી તાજી કરી છે. ૧૮૫૬માં સમગ્ર પ્રદેશમાં દુષ્કાળની પરિસ્થિતિ ની અસર માં મોટી મોલડી ગામના લોકોને રોજગારી માટે પણ આ સમયે ફાફ પડી રહ્યા હતા ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતિમાં મરકી નામના ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેના કારણે ચોટીલાના મોટી મોલડી ગામના અનેક લોકો આ મરકી રોગ ના સપડા માં આવી ગયા હતા અને હજારો લોકોના આ રોગના કારણે મૃત્યુ નિપજયા હતા.

આ ગામ ના ચોટીલાના રાજવી દરબાર સાહેબ  સાર્દુળ ખાચરે મોટી મોલડી ગામમા લોકો ને રોજગાર મળે તેમજ ખેતી માટે પાણી મળી રહે તે ઉમદા હેતુથી  તળાવ બંધાવવા નું કામ શરૂ કરાવેલ અને તે સમયે રોલર ન હોવા ના પગલે ગામ લોકો આ તળાવ ના બાંધકામ માં જાતે પોતાના શરીર થી આળોટી ને આ તળાવ નું નિર્માણ ખૂબ સારી રીતે કરતા હતા અને આ પ્રદેશ ના રાજવી દરબાર સાહેબ શ્રીસાર્દુળ ખાચર દાદા ખાચરે મોટી મોલડી ગામમા લોકોને રોજગાર પણ આપતા હતા.ત્યારે આ ગામમાં તળાવ પણ નિર્મિત થાય અને લોકો ને રોજગારી પણ મળે તેવા હેતુ થી આ પ્રદેશ ના રાજવી સાર્દુળ ખાચર દાદા એ લોકો ને કામે લગાડ્યા હતા.

જેના કારણે મરકી માં મૃત્યુ લોકો ની ફરજીયાત દફન વિધિ કરવા ની આ ચોટીલા ના મોટી મોલડી માં ઉભી થઇ હતી.ત્યારે આ રોગ થી મૃત્યુ પામેલ લોકો ને  તળાવના પાયામા જ લાશોને દાટી દેવા નો નિર્ણય કરવા માં આવીયો હતો.અને કોઇ તળાવ ની બંધાવેલી પાળ ઉપર દફનાવી નાખવા માં પણ આવતા હતા.ત્યારે આજ ની તારીખે પણ આ પાળો ગ્રામજનો ના પૂર્વજો ની યાદગીરી ના સ્વરૂપે તે મરકી રોગ ની યાદ તાજી કરી રહી છે. ત્યારે આજે પણ આ તળાવ નો જિલ્લા માં એક ઇતિહાસ પૂરતો નમૂનો છે.જે આ ચોટીલા ના મોટી મોલડી ગામ ના ગ્રામ જનો ને કોરોના વાઇરસ એ મરકી ના રોગ ની ફરી ૧૨૦ વર્ષ બાદ પણ યાદ તાજા કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.