Abtak Media Google News

લોકડાઉન દરમિયાન રાજયમાં તમામ ઓફિસો, પરિવહન સેવા બે દિવસ બંધ રહેશે

બંગાળમાં કોરોના વાયરસનો કહેર વઘ્યો છે જેને લઇ બંગાળ સરકાર દ્વારા ફરીથી લોકડાઉન કરવામાં આવશે. આ વખતનું લોકડાઉન નવા નિયમો તેમજ નવી પઘ્ધતિ સાથે હશે. આ વખતનું લોકડાઉનમાં અઠવાડીયામાં બે દિવસ સમગ્ર રાજય બંધ રહેશે. તમામ કોર્પોરેટ ઓફિસો ઉઘોગો અને ટ્રાન્સપોટેશન સઁપૂર્ણ બંધ રહેશે. કોરોના વાયરસના વધતા કેસોને ઘ્યાને લઇ લોકલ ટ્રાન્સમીશન ન ફેલાય તે હેતુથી આ લોકડાઉન કરવામાં આવ્યું છે. ખાસ તો લોક ટ્રાન્સમીશન વધતું જાય છે. એ કોરોનાના કેસોમાં ઉછળી આવ્યો હોવાથી સરકાર દ્વારા ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે.

પ. બંગાળમાં સ્થાનીક સામાજીક સંક્રમણની પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં ચરમ સીમાએ પહોંચી જતાં પશ્ર્ચિમ બંગાળની મમતા બેનજી સરકારે સોમવારે રાજયભરમાં અઠવાડીયામાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

આ મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી મમતા બેનર્જીની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં સચ્વિસ્તરની બેઠકમાં લેવાયો. રાજયમાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં સ્થાનીક સામાજીક સંક્રમણ  ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાતો તબિબો સુરક્ષા અધિકારીઓ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજયભરમાં અઠવાડીયે બે દિવસ સંપૂર્ણ પણે લોકડાઉન પાડી સ્થાનીક સંક્રમણની આ શૃંખલાને તોડવા માટે લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

રાજયમાં તમામ ઓફીસો, પરિવહન સેવા આ બે દિવસો દરમિયાન સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. આ અઠવાડીયે ગુરુવારે અને શનિવારે સંપૂર્ણ  લોકડાઉન રહેશે અને બીજા અઠવાડીયે બુધવાર ર૯ જુલાઇ ના દિવસે બંધ રહે તેમ ગૃહ સચિવે જણાવી ઉમેર્યુ હતું કે આગામી બેઠક સોમવારે મળશે જેમાં આગળની રણનિતિ અને આ યોજના અમલની ચર્ચા વિચારણા થશે.

પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે લોકલ ટ્રાન્સમીશનની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે દર અઠવાડીયે બે દિવસના લોકડાઉનનહી જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.