Abtak Media Google News

એક બાજુ ભકતોની ભીડ અને બીજી બાજુ સત્તાધીશોની ચીડ સોમનાથ મહાદેવે કચવાટ વચ્ચે નિહાળ્યાનો અજબ જેવો ઘાટ ! લાઠી ચાર્જ સુધી પહોચ્યું બિનશોભાસ્પદ ઘર્ષણ ! પૂર્વસજજતાકલંકને રોકી શકી હોત અને શ્રાવણની પવિત્રતાને આંગળી ચીંધી ન થવા દેત !

Advertisement

આપણા દેશમાં ‘ધર્મ’ એક એવી ચીજ છે કે એને ખાતર અહી કરોડોના ખર્ચે મંદિરની આલીશાન ઈમારતોનાં સર્જન પણ થાય અને એની લેશ માત્ર અવમાનના કે ખંડિતતાના કારણે આલીશાન ઈમારતોનો વિનાશ પણ સર્જાય અને તે ખંડેરોમાં વિલીન પણ થઈ જાય? આપણા દેશનો ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. ધર્મની રક્ષાને ખાતર આપણા ભારત-હિન્દુસ્તાનમાં જીવનસટોસટની લડાઈઓ લડાઈ છે. એની વિસ્મૃતિ થાય તેમ છે.

આપણે ત્યાં રાજકોટમાં ગૂરૂપૂર્ણિમાના પરમપાવક દિવસે સામાન્ય રીતે અસંખ્ય ભકતો દર્શનાર્થે અને મહાપ્રસાદ અર્થેઉમટે છે. અન્યત્ર પણ આવો જ ઘાટ ઘડાયો હતો. અને આબાલ વૃધ્ધ નરનારી ભકતોને દર્શનનો લ્હાવો મળ્યો હતો.

કોરોનાના કહેરને કારણે આમ જનતાને મંદિરોમાં જઈને દર્શન કરવા સામે કડક પ્રતિબંદ મૂકાયો હતો અને તેનો કડક અમલ પણ થયો હતો સત્તાબાળાઓનું આ પગલું સંપૂર્ણ પણે યોગ્ય હતુ અને ભકતજનો તેમજ આમજનતાને ઘરનીબહાર નહિ નીકળવાની તેમજ જોખમ વિના દર્શન કરી લેવાની વાત લોકોના ગળે ઉતારવાની મહેનત સારી પેઠે ફળદાયી બની હતી.

હવે આપણી પ્રજા જેને પવિત્ર મહિનો ગણે છે તે શ્રાવણ મહિનાનું આગમન થતાં મંદિરોમાં દર્શનનો પ્રશ્ન સત્તાવાળાઓની સામે ખડો થયો હતો.

સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકા જગપ્રસિધ્ધ મંદિરો તરીકે ભકતોના મનમાં વસી ગયા છે.

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે-ભકતો દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટે અને ભીડ જામેએ અપેક્ષીત હતુ.

સોમનાથ-મંદિરે દર્શન અર્થે સોમનાથ પ્રભાસપાટણમાં તો બહારગામના ભાવિકો પણ આવતા હોય છે. એ કોઈથી અજાણ્યું નથી.

‘કોરોના’ના હાહાકારની દહેશત હજુ જરાપણ ઓસરી નથી અખબારો એવો ખ્યાલ આપે જ છે કે, કોરોનાની ગ્રસ્તતા વધતી રહી છે. અને પૂરેપૂરી સાવધાની અનિવાર્ય બને છે.

ઉપર દર્શાવ્યું છે તે એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે, રાજસત્તા અને ધર્મસત્તા, એમ બંનેના તમામ સ્ફોટક સ્થળોએ કોરોનાલક્ષી અને તેને લીધે ઉદભવતી પરિસ્થિતિમાં લેશમાત્રઉપેક્ષા વગર સાવધાની અનિવાર્ય છે. નાની સરખી ગફલત પણ ગંભીર પરિણામો સર્જી શકે છે.

રાજકોટના દ્વારકા-સામેનાથ ગણાતા શ્રી સદગુરુ સદન-પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના આશ્રમ અને તેને લગતી દર્શન સહિતી પ્રવૃત્તિઓ માટે આવો સરકારી પ્રતિબંધ લાગુ કરાયો હોવાનું જાહેર થયું છે.

અત્રે એ વાતની નોંધ લેવી પડે તેમ છે કે ધાર્મિકતાની બાબતમા આપણો સમાજ સારી પેઠે સંવેદનશીલછે. આપણી મોટાભાગની આબાલવૃધ્ધ પ્રજા આસ્તિક છે, અને પોત પોતાના ઈષ્ટદેવમાં ચૂસ્તપણે માન્યતા ધરાવે છે.

રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતથી અયોધ્યાસુધી અત્યારે આવો માહોલ છે. તા.૫મી ઓગષ્ટના રોજ અયોધ્યા-મંદિરનાં નિર્માણ અર્થે શિલાન્યાસ, ભૂમિપૂજાની શુકતવિધિ થનાર છે.

શ્રાવણ મહિનો એનો સાક્ષી બનશે. જે લોકો બાબરી ધ્વંશથી માંડીને છેક વર્ષો સુધી આ મંગલ અવસરમાં સંગાથી નહોતા એવા નાના મોટા અસંખ્ય લોકો પણ ‘કોરોના’ને કારણે વ્યકિતદીઠ સામેલ નહિ બની શકે તો માનસિક રીતે એમાં સંલગ્ન થવાનો સંભવ છે.

આગામી દિવસોમાં સોમનાથ જેવી બિન શોભાસ્પદ ઘર્ષણ ન બને તે ડહાપણભર્યું બનશે. આ અંગે ઘટતી સજજતા અમલી બનાવવાની રહેશે એમ કોઈ નહિ ઈચ્છે ?.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.