Abtak Media Google News

સમગ્ર વિશ્વ, દેશ તેમજ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ ઓન કેમ્પસ શૈક્ષણિક કાર્ય સમગ્ર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હાલ બંઘ છે. આવા સમયમાં પણ વિઘાર્થીઓાનું  શૈક્ષણિક કાર્ય તેમજ તેને સંલગ્ર પ્રવૃતિઓ અવિરત ચાલુ રહે તે જરૂરી છે. તેથી યુનિ.ના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના માર્ગદર્શન હેઠળ દરેક કોલેજના પ્રિન્સીપાલ, સીનીયર ફેકલ્ટી તથા કુલસચિવના પ્રયત્નોને કારણે દરેક વિઘાશાખાના એકેડેમીક કોર્ષ મુજબ વિઘાર્થીઓનું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય લોકડાઉન થતાં તુરંત જ ચાલુ  કરેલ તેમજ હાલમાં પણ ચાલુ છે.

Advertisement

વિવિઘ વિઘાશાખાના અંતીમ વર્ષના સ્નાતક કક્ષાના વિઘાર્થીઓની ઈંઈઅછ ની ગાઇડ લાઇન મુજબ મીડટર્મ તથા એક્ષટર્નલ પરીક્ષાઓ ઓન લાઇન માઘ્યમથી લઇને સમયસર પૂર્ણ કરવામાં આવી છે. તેમજ હાલનાં મહામારીના સમયમાં તેઓના રીઝલ્ટ, માર્કશીટ, પ્રોવીઝનલ પાસીંગ સર્ટીફીકેટ પણ આપી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિઘ કોલેજોની અન્ય સેમેસ્ટર/વર્ષની ડીપ્લોમાંની ૧૬૨ પરીક્ષાઓ, સ્નાતક કક્ષાની ૧૫૫ પરીક્ષાઓ તથા અનુસ્નાતક કક્ષાઓની ૧૪૭ જેવી કુલ ૪૬૪ જેટલી મીડટર્મ તેમજ ઇન્ટર્નલ પરીક્ષાઓ ઓનલાઇન માઘ્યમ દ્રારા પૂર્ણ કરવામાં આવી છે.

આ પરીક્ષાઓ આપેલ વિધાર્થીઓ  રાજ્યના વિવિઘ જિલ્લાઓ તેમજ તેના અંતરીયાળ વિસ્તાર તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, કેરાલા, આસામ, ઉતર પ્રદેશ, બિહાર, મઘ્ય પ્રદેશ અને જમ્મુ એન્ડ કાશ્મીર જેવા વિવિઘ રાજ્યોમાં તેમના ઘર પર જ રહીને યુનિવર્સિટીના પ્રયત્નોથી ઓનલાઇન પરીક્ષાઓ એક પણ વિઘાર્થીએ ગેરહાજર વગર બહોળા ઉત્સાહ અને પ્રતિસાદથી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.