Abtak Media Google News

અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ: એકિટવ કેસનો આંક 1902 પહોચ્યો

રાજયમાં કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના દૈનિક કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે કોરોના 548 કેસો નોંધાયા છે. જેની સામે 65 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજયમાં એકિટવ કેસની સંખ્યા 1902 પહોચી જવા પામી છે. ગઈકાલે ખેડા જિલ્લામાં કોરોનાથી એક વ્યકિતનું મોત નિપજયુંહતુ.

બુધવારે રાજયમાં 548 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 278 કેસ, સુરતમાં 80 કેસ, વડોદરામાં 39 કેસ, આણંદમાં 23 કેસ, ખેડામાં 21 કેસ, રાજકોટમાં 20 કેસ, કચ્છમાં 13 કેસ વલસાડમાં 9 કેસ, મોરબીમાં 7 કેસ, નવસારીમાં 7 કેસ, રાજકોટ ગ્રામ્યમાં સાત કેસ, ભરૂચમાં 6 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, જામનગરમાં 5 કેસ, ભાવનગરમાં 6 કેસ, મહિસાગરમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ, સાબરકાંઠામાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાઠામાં 2 કેસ, અમરેલીમાં એક કેસ, નર્મદામાં એક કેસ, પંચ મહાલમાં 1 કેસ નોંધાયો છે.

હાલ કુલ 1902 અકિટવ કેસ 1902 છે. જે પૈકી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 1891 દર્દીઓની હાલત સ્ટેબલ છે.રાજયમાં ગઈખાલે ઓમિક્રોનના પણ 13 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસનો આંક 97 એ પહોચ્યો છે. જે પૈકી 41 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અને 56 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.