Abtak Media Google News

કોરોના શરીરમાં જે માર્ગે પ્રવેશે છે તે પ્રકારના રિસેપ્ટર બાળકોમાં ન હોવાના લીધે તેમને ખાસ ચેપ લાગતો નથી

દિલ્હી સ્થિત એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે તૈયારી આદરવા જણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેવું ખાતરીપૂર્વક ન કહી શકાય કે ત્રીજી લહેરની અસર બાળકો પર વધારે પ્રમાણમાં થશે જ.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વેવમાં બાળકો પર તેની અસર હળવી જ રહી છે. તેથી ત્રીજી લહેરમાં તેમના પર વધારે અસર થશે અને તે ખતરનાક હશે તે કહેવું વધારે પડતું હશે, કારણ કે વાઇરસ તો તે જ છે. એઇમ્સના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આનો આૃર્થ એવો થતો નથીકે આપણે તૈયારી ન કરવી જોઈએ, તે તો કરવી જ જોઈએ. લોકોને લાગી રહ્યું છે કે હાલમાં બાળકો વધારે સંરક્ષિત છે. પણ જ્યારે શાળા અને કોલેજો ખૂલશે ત્યારે બાળકો એકબીજાને મળશે ત્યારે કેસ વધી શકે છે, પરંતુ ડેટા મુજબ મોટાભાગના કેસોમાં બાળકોને દાખલ કરવાની જરૂર પડતી નથી.

તેમણે જણાવ્યું હતું કે આપણે હોસ્પિટલોમાં પણ જોયું કે જે બાળકો દાખલ થયા તે ગંભીર પ્રકારના રોગવાળા છે. સ્વસૃથ બાળકોમાં તેના હળવા કેસ જ જોવા મળ્યા છે. આ અંગે વૈજ્ઞાાનિક તર્ક આપતા તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ જે રિસેપ્ટરના સથવારે શરીરમાં ઘૂસે છે તે રિસેપ્ટર બાળકમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી થયેલા મ્યુટેશન છતાં પણ વાઇરસ મહદઅંશે એકનો એક જ છે. ગુલેરિયાના જણાવ્યા મુજબ જે લોકો બાળકોના પ્રભાવિત થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે તેમને લાગે છે કે બાળકોને અત્યાર સુધી કોરોના થયો ન હોવાના લીધે થશે. તેમને લાગે છે કે આગામી લહેરમાં બાળકોમાં વધારે ચેપ ફેલાઈ શકે છે, પરંતુ અત્યાર સુધી તેનો કોઈ સંકેત મળ્યો નથી.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ પહેલી અને બીજી લહેરમાં સમાન વયના લોકોને કોરોના દ્વારા પ્રભાવિત કરવામાં આવ્યા હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે સંક્રમણની જે પેટર્ન પહેલી લહેરમાં હતી તે બીજી લહેરમાં પણ જોવા મળી. પહેલી લહેરની જેમ બીજી લહેરમાં પણ 60 વર્ષથી વધુ વ્યક્તિના મોતનો દર ઊંચો રહ્યો છે.  ડો. ગુલેરિયાએ જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનામાં એઇમ્સમાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે આયુવર્ગ અને ગંભીર બીમારીના મામલામાં બીજી લહેર પણ પહેલી લહેર જેવી જ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.