Abtak Media Google News

ગોંડલની કોરોનાગ્રસ્ત સગર્ભાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત

જુનાગઢ, ભાવનગર, પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતનાં જિલ્લામાં કોરોનાનો હાહાકાર

સૌરાષ્ટ્રભરમાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ વધુ ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓને કોરોના ભરખી ગયો છે અને જુનાગઢ, ભાવનગર, પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં વધુ ૨૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. ગોંડલની સગર્ભા ગઈકાલે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નિપજતા કરૂણાંતિકા સર્જાય છે.

જુલાઈ માસની શરૂઆતથી જ ગુજરાત અને અન્ય રાજયોમાંથી આવતા લોકોની સાથે સૌરાષ્ટ્રમાં કોરોનાનાં પોઝીટીવ કેસની સંખ્યા પણ જેટ ગતિએ વધી રહી છે. કોરોનામુકત રહેલા ગામ અને તાલુકાઓમાં પણ વર્તમાન સમયમાં કોરોનાની ૫રિસ્થિતિ વકરી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જાય રહી છે. એક જ દિવસમાં ૪૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે ૨૪ કલાકનાં સમયગાળામાં રાજકોટ જિલ્લામાં ૫૭ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને જયારે બે દર્દીઓનાં મોત નિપજયા હતા. ગોંડલમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સદીની નજીક પહોંચી છે અને ૫ દર્દીઓને વાયરસ ભરખી ગયાનું નોંધાયું છે.

ગોંડલની સગર્ભા કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે તેને બાળકને જન્મ આપ્યો હતો અને તેની થોડીવારમાં જ માતાએ દમ તોડતા કરૂણાંતિકા સર્જાય હતી. હાલ બાળકને કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજન ઉપર ક્રિટીકલ પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ જિલ્લા બાદ ભાવનગરની પરિસ્થિતિ પણ વકરતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં વધુ ૩૯ પોઝીટીવ કેસ અને  વધુ એક દર્દીને કોરોના ભરખી ગયાનું નોંધાયું છે. ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. અત્યારસુધી ૧૨૦૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ ચુકયા છે. એજ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વધુ ૨૫ લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા છે અને અમુક લોકોનાં સારવારમાં મોત નિપજયા છે. જુનાગઢમાં પણ વધુ ૩૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. જુનાગઢ મેડિકલ કોલેજનાં ડીન સહિતનાં સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. જામનગરમાં પણ વધુ ૧૯ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં વધુ ૧૧, અમરેલીમાં વધુ ૨૪ પોઝીટીવ કેસ અને ત્રણનાં મોત નોંધાયા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં પૂર્વ પી.આઈ. એચ.એમ.ગઢવીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

Whatsapp Image 2020 07 25 At 11.57.25

રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં પૂર્વ પી.આઈ. એચ.એમ.ગઢવીનાં માતા અને તેમના ભાઈને ગઈકાલે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પોતે હોમ કવોરન્ટાઈન થયા બાદ તેમનાં સેમ્પલ મેળવી ટેસ્ટ કરાવવામાં આવતા એચ.એમ.ગઢવીને પણ કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. શહેર ક્રાઈમ બ્રાંચમાં યશસ્વી કામગીરી બજાવી તાજેતરમાં આઈ.બી.માં પી.આઈ તરીકે બદલી બાદ તેઓ પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.