Abtak Media Google News

 

રાજકોટ,જામનગર,જૂનાગઢ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી કેમેરા ભાડેલઇ ખોટી ઓળખ આપી વેચી નાખતો : રૂ.4.50 લાખનો મુદામાલ કબ્જે

અબતક,રાજકોટ

આંતરજિલ્લામાંથી કેમેરા ભાડે લઇ અને ખોટી બીલ વગર અન્યને કેમેરા વેચી દેનાર જામકંડોરણાના ઠગની રાજકોટ તાલુકા પોલીસે બાપા સીતારામ ચોક નજીકથી ઝડપી પડી 14 કેમેરા મળી કુલ રૂ.4.50 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ બાપા સિતારામ ચોક પાસે ઉભેલા શખ્સ કે જેના હાથમાં કાળા કલરની બેગ છે તેની પાસે છેતરપીંડીથી મેળવેલા કેમેરા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસના પીએસઆઈ એન.કે. રાજપુરોહિત સહિતના સ્ટાફે પકડી પુછપરછ કરતા તેણે પોતાનું નામ રૂપીલ અતુલભાઈ રાણપરીયા (ઉ.વ.20, રહે. રાયડી, તા.જામકંડોરણા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કેમેરા મળી આવતા તે અંગે પુછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. આથી પોલીસે કડક ભાષામાં પુછપરછ કરતા તેણે એવી કેફીયત આપી હતી કે કુલ 14 જેટલા કેમેરા અલગ-અલગ વ્યકિતઓ પાસેથી ભાડે લેવાના બહાને લઈ જઈ અલગ- અલગ સ્થળે પોતે કેમેરા લે-વેચનો ધંધો કરતો હોવાનીમોટી ઓળખ આપી બીલ બાદમાં આપી જવાનું કહી કેમેરા વેચી દેતો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી અગાઉ કારખાનું ધરાવતો હતો પરંતુ નુકશાની જતા કારખાનું બંધ કરી દીધું હતું.રાજકોટમાં રૂમ ભાડે રાખીને રહેતો રૂપીલ ઓનલાઈન જુગારમાં લાખોની રકમ હારી જતા માથે દેવું થઈ ગયું હતું. જેને લઈ તેણે આ ઠગાઈ શરૂ કરી હતી. રૂપીલ રાજકોટ ઉપરાંત જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી અલગ-અલગ લોકો પાસે જઈ કેમેરા ભાડે લઈ આવતો હતો અને પૈસા પછી ઓનલાઈન આપી દેવાનું કહીને ત્યાંથી નીકળી જતો હતો. કેમેરા ભાડે લેતી વખતે તે અન્ય કોઈનું આઈ.ડી. કાર્ડ આપવા ઉપરાંત પોતાનો નંબર આપતો હતો.

બાદમાં સીમકાર્ડ બદલાવી નાખી છેતરપિંડી કરતો હતો. ત્યારબાદ ભાડે લાવેલા કેમેરા તે જસદણ, આટકોટ અને રાજકોટ સહિતના શહેરોમાં જઈ અન્ય અલગ-અલગ વ્યક્તિઓને ત્યાં પોતે કેમેરા લે-વેચનો ધંધો કરતો હોવાની ખોટી ઓળખ આપી પોતાને પૈસાની ખૂબ જરૂ હોવાનું કહી અને બીલ બાદમાં આપી જવાનું કહી કેમેરા વેચી નાખતો હતો. આવી રીતે તેણે 14 જેટલા કેમેરા ભાડે લઈ વેચી નાખ્યા હતા.પોલીસે સંપૂર્ણ મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.