Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિ તથા મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા ન્યાયની માંગ

ગુજરાત સરકારના મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા સાઇટ ઉપર કામ કરતાં શ્રમયોગીઓ માટે વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ અંતર્ગત શ્રમિકોને ભોજન સહિતની કેટલીક રાહત સુવિધાઓ કરી આપવામાં આવી છે. તેમાં કેટલાક નિયમો નકકી કરવામાં આવ્યા છે. તેમ છતાં એ નિયમોનો કોન્ટ્રાકટરો દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અંગેની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી તથા રાજકોટ શહેરના શ્રમિક કલ્યાણ બોર્ડના સભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

રાજયના મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ માટે વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે બાંધકામ સાઇટ ઉપર ફરજ બજાવતા શ્રમીકોને રૂ. ૧૦ માં ભોજન આપવું, તેમજ શ્રમીકોને પગાર ચિઠ્ઠી , હાજર કાર્ડ તથા પગારમાંથી ઇ.એસ.આઇ. ની કપાત કરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી તેઓને ઇ.એસ.આઇનું કાર્ડ આપવામાં આવ્યું નથી. તથા અન્નપુર્ર્ણા યોજના હેઠળ ફરજ બજાવતાં કર્મચારીઓને મહીનામાં એક અમાસની રજા મળે છે. અને છવ્વીસ દિવસ કરતા વધારે સમય કામગીરીનો ઓવરટાઇમ પણ મળવા પાત્ર છે જે હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી.

કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા નિયુકત કરવામાં આવેલ સ્ત્રી શકિત સંગઠન તથા અન્ય એક હોસ્પિટાલીટી પ્રાઇવેટ લીમીટેડ એમ્બેસી માર્કેટ સેલ્સ ઇન્ડીયા અમદાવાદની તથા સ્ત્રી શકિત બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયા આજી ડેમ ચોકડી રાજકોટ ખાતેની આ બે એજન્સીઓની નિયુકિત કરવામાં આવી હોય આ બન્ને એજન્સીઓ દ્વારા બાંધકામ બોર્ડની અન્નપૂર્ણા યોજના તથા અન્ય યોજનાની કામગીરી ઉપર ફરજ બજવાતા કામદારો પાસેથી કામ લેવામાં આવે છે. જેના અનુસંધાને કેટલાક નિગમો નકકી કરવામાં આવેલ છે. છતાં આ બન્ને એજન્સી દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવે છે. અને કોન્ટ્રાકટરો હેઠળ ફરજ બજાવતાં કામદારોને પગાર ચિઠ્ઠી, હાજરી કાર્ડ આપવામાં આવતા નથી. વગેરે મુદ્દાઓની રજુઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. તેમજ છેલ્લા ત્રણથી પાંચ માસનો પગાર પણ ચૂકવવામાં આવેલ નથી તો આ દરેક મુદ્દાઓને ઘ્યાનમાં લેવામાં આવે અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.