Abtak Media Google News

58.37 લાખની રીકવરી, ર6 મીલકતો સીલ, 10ને ટાંચ જપ્તીની નોટીસ અને ર નળ જોડાણો કપાતા બાકીદારોમાં ફફડાટ

અબતક, રાજકોટ  ન્યૂઝ :  રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ વેરા બાકીદારો પર ધોંસ બોલાવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.કમિશ્નર આનંદ પટેલની સુચનાથી વેરા વસુલાત શાખાએ બાકીદારો પર ધોંસ બોલાવી ર6 મીલકતો સીલ કરી 10 મીલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ અને બે નળ કનેકશન કાપી 58.37 લાખની રીકવરી કરી હતી. મોરબી રોડ પર આવેલ સ્વાતી પાર્ક શેરી નં -1 માં 1-યુનીટ ની નોટીસ સામે રિકવરી રૂ .45,100/-, શ્રી શક્તિ પાર્ક માં 1-યુનીટ ની નોટીસ સામે રિકવરી રૂ .37,370/- , કુવાડવા રોડ પર આવેલ ચાંદની પાર્કમાં ડીઝલ ઓટો કોર્પોરેશન નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ .60,000/ની રીકવરી કરવામાં આવી હતી. અને આવેલ મારૂતિ નગર શોપ નં.102 માં સીલ મારેલ.

સંતકબીર રોડ પર આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ્ શોપ નં -3 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ .4.48 લાખ.,ચંપક નગર માં સુરભી કોમ્પ્લેક્ષ્ માં હોટલ કુબેર માં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી રૂ.1.29 લાખની રીકવરી કરવામાં આવી હતી. અને સંત કબીર રોડ પર આવેલ શિવાલય કોમ્પ્લેક્ષ્ થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ શિવાલીક-5 થર્ડ ફ્લોર ઓફીસનં -3ને નોટીસ સામે રૂ.1.07 લાખ,,યાજ્ઞિક રોડ પર આવેલ હીરા પન્ના કોમ્પ્લેક્ષ્ એલ/જી 12 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.2.72 લાખ. જયરાજ પ્લોટ મેઈન રોડ ના 1-યુનીટ ને સીલ મારેલ.

દિગ્વિજય મેઈન રોડ પર આવેલ સાલીગ્રામ એપાર્મેન્ટ શ્રી માધવ યુનીટ નં -1 ગ્રાઉન્ડ ટુ થર્ડ ફ્લોર 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂ.1.05 લાખ. સોની બજર માં આવેલ અમૃતવિલા ની નોટીસ સામે રીકવરી રૂ.1.3 લાખ.દીવાનપરા શેરી નં -10 માં શોપ નં-107 ના બાકી માંગના સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.1.50 લાખ સરદાર નગર વેસ્ટ વિનોદ નિવાસ શેરી નં.4 માં 1- યુનીટ ના બાકી માંગણા સામે સીલ મારેલ.,યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષમાં 1- યુનીટ નોટીસ સામે રૂ.40,000/-,યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષમાં શોપ નં.113 ને સીલ મારેલ.યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષના 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.37,530/-પાસે રીકવરી કરેલ અને સરદાર નગર 15 માં આવેલ બાલાજી સ્ક્વેર નાં 1-યુનીટ ને સીલ મારેલ.
મોટામૌવા રોડ પર આવેલ રંગોલી પાર્ક માં 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા 2.39 લાખ, મોટા મૌવા રંગોલી પાર્ક ની પાછળ આવેલ વસુંધરા ફટીલાઈઝર ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.51,500/-, મોટામૌવા રોડ પર આવેલ રંગોલી પાર્ક માં 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ .1.57 લાખ., મોટામૌવા રોડ પર આવેલ રંગોલી પાર્ક માં 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપેલ, મોટા મૌવા રોડ પર આવેલ રંગોળી પાર્ક ની પાછળ આવેલ કાઠીયાવાળી જલસા ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ .3.91 લાખ. મોટા મૌવા રોડ પર આવેલ રંગોળી પાર્ક ની પાછળ આવેલ નારાયણી વૂડ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂ .1.59 લાખ.બજરંગ ઓટો સર્વિસ ને નોટીસ સામે રિકવરી રૂ .19,976/-,માધવ પાર્ક રાધે અપર્મેન્ટ માં આવેલ 1-યુનીટ ની નોટીસ સામે રૂ.69,501/-,ગોંડલ રોડ લાયન એન્જી ની બાજુમાં પટેલ પાન શેરી સમ્રાટ ઈન્ડ અરિયા શેરી નં -4 ના 1- યુનીટ ની નોટીસ સામે ઙઉઈ ચેક આપેલ.

કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ મુક્તમેઘ હાઈટસ ફ.ફ. હોલ નં.101 નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.76,200/-,કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ મુક્તમેઘ હાઈટસ માં 1- યુનીટ ની નોટીસ સામે રૂ.50,000/- , બાપુનગર મેઈનરોડ પર આવેલ સુરજ ફર્નિચર પાસે આવેલ એલ્વિન ફર્નિચર ને નોટિસ સામે રૂ.1.07 લાખ, નવા થોરાળા વિસ્તારમાં 2- યુનીટ ને સીલ મારેલ. કોઠારીયા રોડ ઓલ્ડ સર્વોદય સોસાયટી-4 નળ કનેકશ કપાતની કાર્યવાહી કરતા રૂ.86,760/-,કોઠારીયા મેઈન રોડ લોટસ હોસ્પિટલ ની બાજુમાં આવેલ જગતાત ઈલેક્ટ્રોનિક ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.40,319/-, ગોંડલ રોડ પર આવેલ બાલાજી ઈન્ડ અરીયા માં 1- યુનીટ ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.35,000/-,ઢેબર રોડ પર આવેલ ખોડીયાર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બજરંગ મેટલ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.63,800/-, હરિધવા માર્ગ રંગીલા પાર્ક ક્રિષ્ના વિઝન બ્લોક નં.48 શોપ નં.2 નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.45,160/-, નહેરૂ નગર પ્લોટ ની પાછળ શ્રધ્ધા નગર-2 દેવી વર્કશોપનાં 1- યુનીટ માં નળ કનેકશ કપાતની કાર્યવાહી કરતા રૂ.63,090/-, ઢેબર રોડ પર આવેલ વરૂણ ઈન્ડ.એરિયા શેડ નં.24 નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રૂ.86,800/- વિગેરે પાસેથી રીકવરી આવી હતી. કુલ 3,89,987 મિલ્કત ધારકોએ 348.20 કરોડ વેરો ભરેલ.

રાજકોટ મહાનગરપાલિકા ના કોઇપણ સ્ટાફ ,સભ્ય, ઇન્સ્પેક્ટર ,કે રિકવરી સ્ટાફ દ્વારા કોઇ રોકડ વેરા ની માંગણી કરવા આવતી નથી આથી રોકડ વેરા સ્વરૂપે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસ રૂબરૂ ભરી રીસીપ્ટ મેળવવી કોઈપણ વોર્ડઓફિસે,કોઈ અન્યને કે થર્ડ ત્રાહિત પક્ષકાર ને રોકડ રકમ સોપવી નહિ. ભવિષ્યમાં કોઈ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસ નો સંપર્ક કરવો.આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.