Abtak Media Google News

સિનિયર સિટીઝનો અને બીમારી વ્યક્તિઓ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના વેકિસન મુકાવે

કોરોના સંક્રમણની ચેઈનને અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહેલ પગલાઓમાં શહેરીજનોએ સહકાર આપવા તેમજ 60 વર્ષથી વધુ અને 45 થી 59 વર્ષની ઉમરના જુદા જુદા રોગ ધરાવતા લોકોએ વહેલાસર કોરોના સામેની રસી લેવા મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને આરોગ્ય કમિટીના ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા દ્રારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

તેઓએ જણાવ્યું છે કે શહેરમાં ફરી કોરોનાના કેસો વધી રહયા  છે. કોરોના વાઇરસની ચેઈન અટકાવવા  મહાપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. શહેરીજનો ખાસ કરીને પોતાની અને પરિવારની તકેદારીના ભાગરૂપે સાવચેત રહે તે ખુબ જ જરૂરી છે.  મહાપાલિકા દ્વારા અગાઉની જેમ જ કાર્યવાહી કરી રહી છે અને કોરોના સામેની વેકસીનની કામગીરી પણ ઝડપથી કરી રહી છે. હાલમાં, 60 વર્ષથી વધુ અને 45 થી 59 વર્ષની ઉમરના જુદા જુદા રોગ ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 42012 લોકોને રસી (વેકસીન) આપવામાં આવેલ છે. રસીની કામગીરીમાં રાજકોટ શહેર રાજ્યમાં ચોથા ક્રમે છે. શહેરમાં 100 ટકા વેકસીનની કામગીરી થાય તે માટે 60 વર્ષથી વધુ અને 45 થી 59 વર્ષની ઉમરના જુદા જુદા રોગ ધરાવતા લોકો વહેલા માં વહેલી તકે વેકસીન લેવા અપીલ કરવામાં આવે છે. કોઈ પણ લોકોને શરદી, ઉધરસ, તાવના લક્ષણ દેખાય તો તરત જ કોરોના ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. વહેલાસર ટેસ્ટ કરાવશુ તો જ અન્ય લોકો સંક્રમિત થતા અટકશે. તેમજ સરકારની ગાઈડલાઈનનો પાલન કરીશું

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.