Abtak Media Google News

જપ્તી નોટિસ ફટકારાતા સિદ્ધિ વિનાયક ઓટોએ લાખોનો ટેકસ ચૂકવી દીધો

કોર્પોરેશનની વેરાવસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રિકવરીની કામગીરી અંતર્ગત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં 24 મિલકતો સીલ કરવામાં આવી છે.જયારે 32 રિઢા બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન ગઈકાલે જપ્તી નોટિસ ફટકારાતા આજે સિધ્ધિ વિનાયક ઓટોએ લાખો રૂપીયાનો બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો.

આજે ટેકસ બ્રાંચ દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 8 મિલકતોને સીલ કરવામા આવી હતી અને 10ને જપ્તી નોટિસ ફટકારતા 22.35 લાખની વસુલાત થવા પામી હતી. જયારે વેસ્ટ ઝોનમાં 10 મિલકતો સીલ કરાય હતી. અને 12 ને જપ્તી નોટીસ આપવામાં આવતા 23 લાખની અને ઈસ્ટઝોનમાં 6 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 9 મિલકતોને જપ્તી નોટીસ ફટકારવામાં આવતા 13.41 લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.