Abtak Media Google News

પાણી, ડ્રેનેજ, ગટરને લગતી કામગીરી, રાત્રી સફાઇ, ઇમરજન્સી સર્વિસઝ જેવી અનેક કામગીરીમાં કર્મચારીઓ સતત કાર્યરત

આજે જયારે સમગ્ર ભારત દેશ કોરોના વાઈરસની મહામારી સામે જંગ લડી રહયો છે, ત્યારે  રાજકોટ મહાનગરપાલિકાના  કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે. લોકડાઉન વચ્ચે લોકોને તેમના ઘરે જ જીવનજરૂરીયાતની સામગ્રી મળી રહે તેની વ્યવસથા સારીરીતે કાર્યરત્ત રહે તે માટે તેઓ સતત પ્રયાસો કરી રહયા છે. સાથોસાથ નાગરિકોને અન્ય કેટલીક આવશ્યક સેવાઓ નિયમિત મળતી રહે તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણપણે ગંભીરતાથી પોતાની ફરજ બજાવી રહી છે, જેમકે પાણી, ડ્રેનેજ, ગટરને લગતી કામગીરી, વોંકળા સફાઈ, રાત્રી સફાઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ જેવી મૂળભૂત કામગીરી અને પ્રિ-મોન્સુનને લગત તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે ને તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના ઈ.એસ.આર.-જી.એસ.આર. માં સંગ્રહ થાય છે અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને ઈ.એસ.આર. તથા જી.એસ.આર.ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન તથા હેડ વર્કસના સિવિલ તથા નિભાવ મરામતની કામગીરી નિયમિત કરવામાં આવતી હોય છે.

ઘરમાં વાપરતા પાણીનો તત્કાલ અને અવિરત નિકાલ તો રહે તે માટે ભૂગર્ભ ગટર સિસ્ટમ વ્યવસ્થિત રીતે કાર્યરત જ રહે તે પણ જરૂરી છે. આ માટે આવશ્યકતા મુજબ ડ્રેનેજ મેનહોલ અને પાઈપલાઈનની નિયમિત સફાઈ કરવામાં આવે છે. તેમજ વપરાયેલા પાણીનો જથ્થો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી ત્યાં તેને શુધ્ધ કરવામાં આવે છે.

Pg

શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા વોંકળાઓ મારફત વપરાશી અને રેઈન વોટરનો નિકાલ થાય છે. વોકળામાં એકત્ર થયેલ કચરો વખતોવખત સાફ કરતા રહી પાણીનો નિરંતર નિકાલ થતો રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે તેમજ ચોમાસા પૂર્વે જ વોંકળાઓની વ્યવસ્થિત સફાઈ કરી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ કામદારો અને સફાઈના અત્યાધુનિક સાધનો કાર્યરત રહે છે રાત્રે ટીપર વાન મારફત દ્વારા એકત્ર કરાયેલ કચરાનો તુરંત જ યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નિયમિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાની કામગીરી અને પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

લોકોને આપત્તિ સમયે રાહત બચાવની કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતા મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જવાનો પોતાના સાધનોથી સુસજ્જ રહે છે. આગ કે અન્ય અકસ્માત વખતે ફાયરના જવાનો યુધ્ધના ધોરણે રાહત બચાવ કાર્યમાં જોડાઈ જાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની સ્ટ્રીટ લાઈટની ચકાસણી કરતા રહયા છે. જરૂર જણાયે સ્ટ્રીટ લાઈટની મરામત કરવાની થતી હોય છે. બિલ્ડિંગ ઈલેક્ટ્રીફિકેશનની નિભાવ અને મરામત કરતા રહયા છે. શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનમાં નિયમિત જરૂરી ચકાસણી કરતા રહે છે.

બાળકો માટેના બાલ ક્રિડાંગણની જાળવણી કરાવવામાં આવે છે. સીનીયર સિટિઝન પાર્કસની વ્યવસથા કરવામાં આવતી હોય છે. મુખ્ય માર્ગો પર આવેલ રોડ ડીવાઈડરમાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. જેનાથી શહેરના ફેલાતા પ્રદુષણમાં નોંધપાત્ર ફાયદો થાય છે. શહેરમાં આકસ્મિક બનતા બનાવો કેવાકે આકસ્મિક પડતા વૃક્ષોને તાત્કાલિક દુર કરવાની કામગીરી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.