Abtak Media Google News

માસીના ઘરે આટો મારવા આવેલા ધરાર પ્રેમીએ છરીના ૧૮ ઘા ઝીંકતા યુવતી ગંભીર

કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલના કારણે જેતલસરમાં થયેલી સૃષ્ટિ રૈયાણી વાડી થતા અટકી છે. કેશોદની યુવતી પર તેના જ સગા માસીના પુત્રએ છરીથી હુમલો કરી ૧૮ ઘા ઝીંક્યા હતા. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે યુવતીની ફરિયાદ પરથી આગળની તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં ગાયત્રી મંદિર પાસે રહેતી પૂજાબેન ભરતપુરી ગોસ્વામી નામની ૧૮ વર્ષીય યુવતી પર તેના માસીના પુત્ર કિશનગીરી દિનેશગીરી મેઘનાથી નામના સાસણના શખ્સે છરીથી હુમલો કરતા યુવતીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે જાણ થતાં કેશોદ પોલીસ મથકનો કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં યુવતીની ફરિયાદ પરથી કિશન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પૂજાબેન ગોસ્વામીને તેનો પિતરાઈ ભાઇ કિશન મેઘનાથી એક તરફી પ્રેમ કરતો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરતો હતો.

પરંતુ યુવક અને યુવતી સગા થતા હોય જેથી પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હતી. જેના કારણે કિશન જાણે બદલો લેવાની ફિરાતમાં બેઠો હોય તેમ ગઇ કાલે કિશન સાસણથી કેશોદ પૂજાબેનના ઘરે આવ્યો હતો. જ્યાં ઘરે કોઈ હાજર ન હતું ત્યારે કિશને ધરાર લગ્ન કરવા માટે પૂજાને દબાણ કર્યું હતું પરંતુ યુવતીએ ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા કિશન તેની પિતરાઈ બહેન પૂજા પર છરી વડે તૂટી પડ્યો હતો અને જોતજોતામાં છરીના ૧૮ જેટલા ઘા ઝીંકી દીધા હતા.

કિશન યુવતી પર છરી વડે તૂટી પડ્યો તે દરમિયાન પૂજાની નાની બહેન આવી જતા કિશન આગળના દરવાજેથી નાસી ગયો હતો. જો નાની બહેન સમયસર ન આવી હોત તો ખૂન સવાર કિશને કઈક અજુકતું કરી લીધું હતું. લોહી લુહાણ હાલતમાં પૂજાને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.