Abtak Media Google News

કોઈ પણ ગર્ભવતી મહિલા હોય તેના પેટમાં ઉછરતા બાળક સાથે અઢળક લાગણીઓ જોડાયેલી હોય છે કેશોદમાં આજ રોજ એક કરુણ ઘટના સામે આવી છે મહિલાને મિસ ડીલેવરી થતાં તેનું ઉંઘમાં જ મોત થયું હતું. એવું કહી શકાય કે બાળકના જવાનો આક્રંદ જ એટલો થયો કે માતાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કેશોદના મેસવાણ ગામની છે. હજુ તો મહિલાના લગ્નને એક જ વર્ષ થયું હતું. નવપરણિત જોડા પાસેથી પરિજનોને ઘણી અપેક્ષા હોય છે ત્યારે મહિલા હિમીતા બેન (ઉ. વ. 22 ) મહેન્દ્રભાઈ ચાવડાને મિસ ડીલેવરી થતાં તેનું ઊંઘમાં જ મોત નીપજ્યું હતું. મહિલાના સાસરિયા પક્ષના લોકો અને પિયરના લોકોનો શોકની લાગણી જોવા મળી રહી છે.

મહિલાનું સાસરું અને પિયર એક જ ગામમાં હતું. હજુ તો તેમના લગ્નને એક જ વર્ષ થયું હતું ત્યારે જ બે માઠા સમાચાર મળતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પ્રથમ વખત મિસ ડિલવરીમાં બાળક અને મહિલાનું મોત થતાં પરિવાર શોક મગ્ન થઈ ચુક્યો છે. પરીવારે 108ને જાણ કરતાં મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોકટરે તપાસ કર્યા બાદ મહિલાનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.