Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરનાર છે. ત્યારે સુરતથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. બે મહિનાની અંદર સુરત હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે તેવી જાહેરાત કરતાં ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું, આ બધી જ બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે.

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે. સુરત શહેરમાં ડાયમંડ બુર્સ ડેવલપ થયું છે. જે સહકારી સાહસ છે. પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડીંગ સુરતમાં બની છે. 4400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે. પહેલાથી જ 100 ટકા બૂકિંગ થયું છે. આ એક ઐતિહાસિક છે. દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે. કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે. ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે સને રોજગારી વધશે. પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇન અને ગલીઓ-સેરીઓ સાફસફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે. સુરત પહેલાં ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. જેમાં 25 હજાર લોકો જોડાયા હતા. આજે ખૂબ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો છે. પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ પાટીલે વધુમાં કહ્યું હતું.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.