Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. એસટી વિભાગના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેનું સુખદ સમાધાન આવતાં કર્મચારીઓએ સર્કિટ હાઉસ સામે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.આ દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ દિવાળીના તહેવારને લઇ 7 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન સુરત ખાતેથી ગુજરાતભરમાં 2200 એક્સ્ટ્રા બસો દોડાવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જતા લોકોને મુશ્કેલી ન પડે જેને લઇ નિર્ણય કરવામાં આવ્યો.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.