Abtak Media Google News

પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમે ઘટનાસ્થળે તપાસ કરી ગેટ રિપેર કરવાની કામગીરી શરૂ કરી

ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો છે. બદ્રીનાથ મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડો પડી ગઈ છે. આ અંગેની માહિતી મળતાની સાથે જ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમે ઘટનાસ્થળે તપાસ કરી ગેટ રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે બદ્રીનાથની ઘટનાને જોશીમઠ સાથે જોડવી યોગ્ય નથી. જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી ગઈ છે. આ તિરાડ લગભગ એક અઠવાડિયા પહેલા જોવા મળી હતી. જોશીમઠથી માત્ર 40 કિમીના અંતરે જમીન ધસી જવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે તાત્કાલિક સ્થળનો સર્વે કરીને સમારકામની કામગીરી શરૂ કરી છે. ત્યારે જોશીમઠનો રેલો બદ્રી મંદિર સુધી પહોંચી ગયો છે.

જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે સેંકડો પરિવારો બેઘર બન્યા હતા. તે સમયે પણ પુરાતત્વના  અધિકારીઓએ સ્થળ પર ટીમ મોકલીને અભ્યાસ હાથ ધર્યો હતો. તૈયાર કરાયેલા અહેવાલમાં એવું માનવામાં આવ્યું હતું કે, આ ભૂસ્ખલન વરસાદ અને પર્યાવરણીય પરિબળોને કારણે થયું છે. બદ્રીનાથ મંદિરના સિંહદ્વારમાં તિરાડ પડવા પાછળ એએસઆઈએ પણ આ જ કારણો જવાબદાર ગણાવ્યા છે.

આ સાથે પુરાતત્વ વિભાગ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને રીપેરીંગની કામગીરી શરૂ કરી છે. એએસઆઈની ટીમે દિવાલમાં લગાવેલા લોખંડના ક્લેમ્પને બદલવાની કામગીરી શરૂ કરી છે. તેનાથી પથ્થરના સાંધા મજબૂત થશે. તેવી જ રીતે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે પણ તેને નાની તિરાડ ગણાવી છે. લેન્ડ સ્લાઈડિંગના કારણે આવું થયું હોવાનું જણાવ્યું હતું. સમારકામનું કામ ચાલી રહ્યું છે અને સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે મંદિરના સિંહ દ્વારનું નિર્માણ મંદિરની રચનાનો ભાગ નથી, પરંતુ તેને અલગથી બનાવવામાં આવ્યું છે. તેથી સિંહ દ્વારમાં પડેલી તિરાડ મંદિરની રચના માટે જોખમી ન કહી શકાય.

બદ્રીનાથ મંદિરના સિંહ દ્વારમાં તિરાડ પડવા પાછળ કેટલાક સ્થાનિક કારણો હોઈ શકે છે. તેમને જોશીમઠ સાથે જોડવું યોગ્ય નથી. એ જ રીતે એએસઆઈના અધિકારીઓએ સ્થળનો સર્વે કર્યા બાદ સિંહ દ્વારમાં લોખંડના ક્લેમ્પ લગાવવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. દિવાલોમાં પાણી ઘુસી જવાથી અને તેની પકડ નબળી થવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું કે લગભગ 30 વર્ષ પહેલા આ દ્વારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી આ સ્થિતિ પહેલીવાર જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે સમારકામના ભાગરૂપે, દ્વારમાં લગાવવામાં આવેલા તમામ પત્થરો બદલવામાં આવ્યા છે, જે તેમની જગ્યાએથી ખસી ગયા છે.

ચારધામ યાત્રા ઉપર હાલ જે સંકટ ઉભું થયું છે તેનો હેલ્લો જોશી મઠ ની સાથો સાથ બદ્રીનાથ સુધી પણ પહોંચ્યો છે કારણ કે આ ચારધામમાં જે રીતે વિકાસવાદ અને ઇમારતો ખડકી દેવામાં આવી છે ના કારણે ચારધામ નું સંતુલન વિખાઈ ગયું છે અને સાથોસાથ અને તકલીફો અને વિકટ પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. જોષી મઠની જે રીતે ઘટના પ્રસ્થાપિત થઈ તે જ રીતે હવે બદરી માં પણ સંકટ વધ્યું છે કારણ કે બદ્રીનાથના મુખ્ય સી દ્વારમાં તિરાડો પડતા અનેક પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. ત્યારે હવે ચારધામ યાત્રા ખૂબ જોખમી બની ગઈ છે અને સરકારે આ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી યુદ્ધના ધોરણે સમારકામ પણ શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.