Abtak Media Google News

600 થી વધુ ઇમારતોમાં તિરાડો પડી સામે 55 પરિવારોને બચાવાયા !!!

શંકરાચાર્ય એ જોશીમઠ મુદ્દે સુપ્રીમમાં અરજી દાખલ કરી

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસી પડતાં સેંકડો મકાનો, હોટલ અને અન્ય સંસ્થાઓમાં મોટી તિરાડો પડી ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આશરે 600થી વધુ ઇમારતોમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. છતાં પણ વિસ્તારની અને લોકોની  સ્થિતિ ચિંતાજનક છે જેના માટે સરકાર સજ્જ બની છે.

કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દરેક પ્રકારની સહાયતા કરશે. જોશીમઠની આ ઘટનાને ધ્યાને લઇ રવિવારે પ્રધાનમંત્રી કાર્યાલયમાં આ વિષય પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.  પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રાએ પીએમઓમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે જોશીમઠમાં પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

ઉત્તરાખંડમાં આવેલી આ મોટી આપદા પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં જોશીમઠના જિલ્લા પદાધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. ગ્રાઉન્ડ ઝીરો પર હાજર જોશીમઠના જિલ્લા પદાધિકારી આ સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. ઉત્તરાખંડના અન્ય વરિષ્ઠ અધિકારી પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા.

જોશીમઠની જમીનમાં તિરાડ પડવાને કારણે વિસ્તારના વિવિધ રસ્તાઓ, મકાનો, ઓફિસો, મેદાન, હોટલ, શાળા વગેરેમાં મોટી તિરાડો પડી ગઈ છે. જેના કારણે આ ઈમારતો રહેવા માટે અસુરક્ષિત બની ગઈ છે, જેને જોતા જોશીમઠમાં વિકાસની તમામ ગતિવિધિઓ પણ બંધ થઈ ગઈ છે. જેમ કે રોપ-વે, પાણી અને વીજળી માટે કામ કરતી કંપનીઓએ કામ બંધ કરી દીધું છે. સરકારે અહીં અન્ય પ્રકારના કામ પણ બંધ કરી દીધા છે.આ સ્થિતિ પર કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટનું કહેવું છે કે આવા મામલામાં સ્થિતિ થોડી ગંભીર તો રહે છે, ભય પણ રહે છે. કેન્દ્ર સરકાર આ મામલાનું મોનિટરિંગ કરી રહી છે.

રાજ્ય સરકારે તત્કાલ પ્રભાવથી લોકોને શિફ્ટ કરી દીધા છે. તેમની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભોજન, પાણી, દવા, ડોક્ટર દરેક સુવિધા સામેલ છે. મુખ્યમંત્રીએ આ વિષયમાં બેઠક કરી છે અને ઘણા મોટા નિર્ણય કર્યો છે. અમારૂ પહેલું કર્તવ્ય છે કે દરેક સ્થિતિમાં ત્યાં પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવે. એટલુંજ નહીં પ્રાપ્ત માહિતી મુજબ હાલ આશરે 600થી વધુ ઇમારતોમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાહતકાર્યને વેગવંતુ બનાવવા 55 પરિવારોને બચાવવામાં આવ્યા છે. અને તેઓને સુરક્ષિત સ્થાન પર સ્થારંતરીત પણ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.