Abtak Media Google News

સૌપ્રથમ ગળણીમાં બાસમતી ચોખા લો. પાણી નાંખી આ ચોખાને સારી રીતે ધોઈ લો અને તેમાંથી સમગ્ર પાણી કાઢી લો.હવે આ ચોખાને પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે સૂકાવા દો. આ દરમિયાન એક પૅન ગરમ કરી તેમાં તજ નાંખો.પછી એલચી અને લવિંગ. 2 મિનિટ માટે તેમને ફ્રાય રોસ્ટ કરો કે જ્યાં સુદી તેમનો રંગ ન બદલાઈ જાય.હવે તેમને મિક્સી જારમાં નાંખો.આ મસાલાઓને સારી રીતે વાટી ઝીણુ પાવડર બનાવી લો.સૂકાઈ ગયેલા ચોખા પર એક ટી સ્પૂન ગરમ મસાલો છાંટો.પછી હળદર અને મીઠું નાંખી આરામથી મિક્સ કરો.હવે ઘી મેળવી 10 મિનિટચ માટે સાઇડમાં મૂકી દો.તે પછી પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં કાજૂ અને કિશમિશ નાંખો.હળવા ભૂરા થવા સુધી તેમને સેકો.તેમને બાઉલમાં કાઢી મૂકી દો.હવે બચેલા તેલમાં તજ પાન નાંખો.હવે કચડેલું આદુ હળવેથી મેળવો.હવે બહુ ધ્યાનથી મેરનૅટિક કરેલા ચોખા મિક્સ કરો, હલાવો.પછી 3 કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી દો.મિનિટ માટે ધીમી આંચ પર પાકવા દો પછી ઢાંકણુ હટાવી ખાંડ મેળવો સારી રીતે મિક્સ કરો.ફરી એક વાર તેને ઢાંકી દો અને 10 મિનિટ સુધી પાકવા દો.જ્યારે તે એક વાર પાકી જાય, તો તેમાં ડ્રાય ફોસ્ટ ડ્રાય ફ્રૂટ્સ મેળવો.પછી તેમને બાઉલમાં કાઢી ગરમાગરમ પિરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.