Abtak Media Google News

વર્કિંગ કેપિટલ માટે ૨૦૨૦-૨૧માં રૂ. ૧.૩૯ લાખ કરોડ મેળવ્યા : કૃષિ સેકટરમાં પણ રૂ. ૯૨,૯૫૧ કરોડનું ધિરાણ

કોરોના મહામારીમાં અસરગ્રસ્ત ક્ષેત્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ ની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ ભરપૂર લાભ લીધો છે એકંદરે આ ટીમ એમ.એસ.એમ.ઈને ખૂબ ફળી છે આંકડા મુજબ ૨૦૨૦ ૨૧માં લઘુ અને મધ્યમ ઉદ્યોગનું ધિરાણ ૧.૩૯ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જે ગત વર્ષની સરખામણીએ ૯ ટકા વધુ છે.

Advertisement

આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે પણ આ સ્કીમનો ફાયદો લીધો છે ગત વર્ષે કૃષિ સેક્ટર મા ધિરાણ રૂપિયા ૮૯૨૫૫ કરોડ હતું જે વધીને  ૯૨૮૫૧ કરોડએ પહોંચ્યું છે. આ ધિરાણ રવિ પાકમાં મહત્વનું સાબિત થયું હતું. કોટન, કઠોળ અને બટાટાના સીઝનલ પાક માટે પણ પરિણામલક્ષી સાબિત થયું હતું.

દરમિયાન કોરોના કાળ ની સપાટી બાદ બેંક ડિપોઝિટ માં પણ સતત વધારો થતો જોવા મળ્યો છે ભફતય ડિપોઝિટ માં ૧૨ ટકાનો વધારો થયો છે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો પણ સારો થયો છે બેડલોનમાં પણ ઘટાડો થયો છે.

આંકડા મુજબ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના એનપીએમાં માર્જિનલી ૧.૨૫ ટકાનો ઘટાડો થતો જોવા મળ્યો છે. ગત વર્ષે એનપીએ ૧૦,૨૯૦ કરોડનું હતું જે ઘટીને ૧૦,૧૬૧એ પહોંચી ગયું છે. અહીં નોંધનિય છે કે, વર્ષ ૨૦૧૯ના એગ્રી ટર્મ લોનનું એનપીએ રૂ. ૪૭૬૨ કરોડ હતું. જે ઘટીને રૂ.૩૨૮૯ કરોડ પહોંચ્યું છે. ક્રોપ લોન રૂ.૧૯૮૮ કરોડનું હતું જે ઘટીને રૂ. ૧૯૧૯ કરોડ સુધી પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉનના પરિણામે દેશના મોટાભાગના ઔદ્યોગિક સેક્ટરને ગંભીર અસર થઇ હતી. કૃષિ સેક્ટર સિવાયના ક્ષેત્રોમાં વિકાસદર લગભગ અટકી ગયો હતો. આવી સ્થિતિમાં તરલતા તળીયે બેસી ગઇ હતી. જેથી કેન્દ્ર સરકારે ઉદ્યોગોને બેઠા કરવાના આશ્રયથી ઇરમજન્સીથી ક્રેડીટ લાઇન ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરી હતી. અલબત આ સ્કીમ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઇ સેક્ટર માટે ફાયદાકારક નીવડી હતી. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગોએ વર્કિંગ કેપિટલ તરીકે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.