Abtak Media Google News

હરિયાણાના ઉપમુખ્યમંત્રી માટે મંદિરના ટ્રસ્ટીઓના સાક્ષાત દંડવત, જગદગુરૂના આરામ સમયે દર્શન માટે દરવાજા ખોલાવાયા

યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિને બપોરના એક કલાક અને વિસ મિનીટે હરીયાણાના ઉપમુખ્ય મંત્રી દુશયંત ચોટાલા પરીવાર સાથે બે થી ત્રણ પ્રાઇવેટ કાર લઇ મંદિર પરીસમાં પહોચ્યા હતા ત્યારે દ્વારકાધીશ મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર મીના તેમજ વહીવટદાર પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહીત અધિકારીઓ સ્વાગત માટે પહોચી ગયેલ હતા તેમજ પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો આમ યાત્રિકો માટે દ્વારકાધીશ મંદિર અમુક તહેવારોને બાદ કરી કાયમી ધોરણે એક વાગ્યે મંદિર બંધ થઇ જતું હોય છે અને દ્વારકાધીશજીના ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે થતા હોય છે પરંતું  હરીયાણાના ઉપ મુખ્યમંત્રી દુશયંતસિહ ચોટાલા પરીવારે માટે બોપરે એક વાગ્યે અને ત્રીસ મિનીટ સુધી વિઆઇપી માટે આખા વિશ્વના રાજા કહેવાતા દ્વારકાધીશને જગાડવામાં આવ્યા હતા શુ વિવિઆઇપીઓ માટે દ્વારકાધીશ મંદિરના દ્વારા ગમે તે સમયે વહીવટી તંત્ર ખોલી શકે? તેવા પ્રશ્નો ચર્ચાઇ રહયા છે જોકે વિશ્વ પ્રખ્યાત દ્વારકા જગતમંદિર દ્વારકાધીશજીને પણ વિવિઆઇપી સારૂ મંદીર વહીવટી  તંત્ર દ્વારા ખુલ્લું રાખ્યા હોવાનું  રેકોડ ટુટ્યો હોવાનું સામે આવ્યું જોકે  હવે તો હદ થઇ ગઇ કે મંદિર અધયક્ષ જીલ્લા કલેકટર જેવા ઉચ્ચ અધિકારીઓ પણ વિઆઇપીઓ માટે દ્વારકાધીશ મંદિરના દર્શના નિતી નિયમોનો નેવે મુંકી દધા? કે પછી વિઆઇપી માટે જગતમંદિરના દ્રાર ખોલી ગમે ત્યારે દ્વારકાધીશજીને જગાડી શકાય? બપોરના સમયે વિઆઇપી માટે દર્શન ખુલ્લા રાખવાનો ઇતિહાસમાં પ્રથમ બનાવ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.