Abtak Media Google News

સુંદરના પિતાએ પુત્રનું નામ વોશિંગટન અને અટક સુંદર હતી જ તેથી આમ વોશિંગટન સુંદર બન્યો

પોતાના નામના કારણે ચર્ચામાં રહેનાર ક્રિકેટર વોશિંગટન સુંદર હવે પોતાની ટી-શર્ટ નંબરના કારણે પણ નવી ચર્ચામાં છે. જેમ સુંદરના નામ પાછળ ખાસ અર્થ છે તેમ પણ ખાસ અર્થ છે. RCBતરફથી રમનાર સુંદરે જાતે જ તેના પર માહિતી આપી છે.

એક મુલાકાતમાં સુંદરે જણાવ્યું કે, તેની જન્મ તારીખ અને તેના જન્મનો સમય આ નંબર પાછળનું સૌથી મોટું કારણ છે.

સુંદરે કહ્યું કે, તેનો જન્મ ૫ ઓક્ટોબરના સવારે ૫ કલાક અને ૫ મિનિટના થયો હતો.

જે કારણો થી તેને પોતાની પર ૫૫૫ નંબર લખાવી મેદાન પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત સુંદરના નામ પાછળનું કારણ એ છેકે, તેના પિતાનું નામ એમ સુંદર છે અને પોતાના ગોડફાધર પીડી વોશિંગટનના નામ પરથી પોતાના પુત્રનું નામ રાખ્યું હતું. પીડી વોશિંગટને સુંદરના પિતાને ઘણી મદદ કરી હતી. તેથી સુંદરના પિતાએ પુત્રનું નામ વોશિંગટન અને અટક સુંદર હતી જ તેથી આમ વોશિંગટન સુંદર બન્યો છે.અગાઉ IPL-૧૦માં પૂણે તરફથી રમતાં વોશિંગટન સુંદર IPLમાં સૌથી નાની ઉંમરમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર ખેલાડી હતો. આ પછી હાલમાં તે RCBની ટીમ તરફથી રમી રહ્યો છે. જેમાં રવિવારની મેચમાં સુંદરે RRસામે ૧૯ બોલમાં ૩૫ રન બનાવી ફરી એકવખત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેની મહેનત છતાં RCBમેચ જીતી શક્યું ન હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.