Abtak Media Google News

પુરૂષ પુલ બીની ભારત-પાકની ટીમ આમને-સામને: ભારતીય ખેલપ્રેમીઓ માટે આજનો દીન અહમ

Cwg-2018
CWG-2018

કોમનવેલ્થ ગેમ્સમાં પરંપરાગત દુશ્મન એવા ભારત-પાક વચ્ચે આજે હોકીની ટકકર જામવાની છે. જેથી ભારતીય ખેલપ્રેમીઓ માટે આજનો દિવસ અહમ દિવસ છે. ગોલ્ડ કોસ્ટમાં ચાલનારા આ રાષ્ટ્રમંડળ ખેલોમાં ભારત-પાકની હોકી ટીમ આમને-સામને હશે. ભારતીય પુરૂષ હોકી ટીમનો કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં આ પ્રથમ મુકાબલો છે. ભારત-પાકની ટીમો પુલ-બીમાં છે.

પુરૂષ પુલ-બી નો આ મેચ ઓસ્ટ્રેલિયાઈ સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. જયારે ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યે શરૂ થશે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં ગોલ્ડ કોસ્ટ હોકી સેન્ટરમાં રમાનાર છે. જેને ભારતમાં સોની સિકસ અને સોની ટેન-૨ ઉપર લાઈવ નિહાળી શકાશે.

જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં ભારતીય મહિલા હોકી ટીમની શરૂઆત સારી થઈ ન હતી પરંતુ તેણે હાલ શાનદાર કમબેક કર્યું છે. તેવામાં જો પુરુષ ભારતીય હોકી ટીમ પણ પાકને માત આપવાનો પૂર્ણ પ્રયાસ કરશે. ભારતીય મહિલા હોકી ટીમ પુલ-એમાં છે. જેને પ્રતિયોગિતાના પહેલા દિવસે જ વેલ્સની હોકી ટીમે ૩-૨થી માત આપી હતી. જયારે તેના પછીના દિવસે ભારતીય મહિલા ટીમે શુક્રવારે મલેસિયાઈ મહિલા હોકી ટીમને ૪-૧થી માત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.