Abtak Media Google News

રોકડ સહિત કુલ રૂ.13,80,000નો મુદ્દામાલ કબ્જે: પેડક રોડ પરથી પત્તા ટીચતા પાચ જુગારીની ધરપકડ

શહેરના રહ્યા રોડ પર આવેલ ભરત વન સોસાયટી માં ચાલતા જુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી આઠ શકુનીઓને ઝડપી લીધા હતા. દરોડામાં ડીસીબીના દરોડા રોકડ સહિત રૂ.13,80,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પેડક રોડ પર પત્તા ટીચતા પાચ જુગારીઓને અડધા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયા રોડ પર આવેલી ભરતવન સોસાયટીમાં આવેલા તુલસી બંગ્લોઝમા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.બી.વોરા તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે જુગારધામ પર દરોડો પાડયો હતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી પત્તા ટીચતા આલોક નરેન્દ્ર મલકાણ, બ્રિજેશ રમેશ રાજાણી, ભાવેશ પ્રવીણ જોબનપુત્રા, કેતન ભીખુ ભટ્ટી, મિથીલેશ બિપીન બોદાણી, ધવલ દિલીપ સોલંકી, પીન્ટુ ચંદુ પરમાર અને અક્ષય રજૂ વાઘેલા નામના શખ્સોને દબોચી લીધા હતા.

ડીસીબીએ દરોડામાં રૂ.92,500ની રોકડ સહિત કુલ રૂ.13,80,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.તો અન્ય દરોડામાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ આર.એચ. કોડિયાતર સહિતના સ્ટાફે લખન ભરવાડના મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા કૌશિક ધનસુખ પોપટ, સંજય ગોવિંદ રૈયાણી, પરેશ ચકુ, પંકજ ગોપાલ અને બહાદુર પ્રભાત નામના શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.52,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.