Abtak Media Google News

કોર્ટમાં કેસ પેન્ડીગ હોવાનું બહાનું ધરી પોલીસ ફોજદારી ફરિયાદ નોંધવાનું ટાળી ન શકે

ક્રિમીનલ હક્ક એ ગુનાહીત કાર્યવાહી રદ કરવા માટેનું કારણ ન હોવાનું સુપ્રીમ કોર્ટનું અવલોકન

કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોય ત્યારે ફોજદારી ફરિયાદ ન થઇ શકે અને કોર્ટ દ્વારા ચુકાદો જાહેર થાય ત્યાર બાદ આગળની કાર્યવાહી થઇ શકે તેવું સામાન્ય રીતે પોલીસ મથકમાં જોવા અને સાંભળવા મળે છે. પરંતુ આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા થયેલા અવલોકનમાં કોર્ટ કાર્યવાહી ચાલતી હોય ત્યારે કોઇ ફોજદારી ગુનો બને ત્યારે તેના ગુણદોષ મુજબ ક્રિમીનલ કાર્યવાહી થવી જોઇએ તેવું સ્પષ્ટ કર્યુ છે.

Advertisement

આઇપીસી 406 અને 420ના કેસમાં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ચુકાદામાં કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી ક્રિમીનલ કાર્યવાહી રદ કરવામાં આવી હતી આ સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલની સુનાવણી દરમિયાન બે ન્યાયધિશની ખંડપીઠમાં ચાલી હતી જેમાં આઇપીસી અને સીઆરપીસી અલગ છે. બંનેને કાયદા મુજબ યોગ્ય મુલ્યાકંન થવું જોઇએ અને સિવિલ કેસ ચાલુ હોય ત્યારે ફોજદાર ગુનો બને તો ગુનાની ગુણદોષ જોઇને કાર્યવાહી કરવી ટકોર કરી છે.

ક્રિમીનલ હક્કએ અસ્તિત્વ ગુનાહીત કાર્યવાહી રદ કરવા માટે કારણ ન હોવાનું સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ જજ ઇન્દુ મલ્હોત્રા અને અજય રસ્તોગીએ ઠરાવ્યું છે. ખંડપીઠ દ્વારા કરવામાં આવેલા અવલોકનમાં કરાર ભંગ અથવા લાવાદી કાર્યવાહી માટે કોઇ ઉપાય પુરો પાડવામાં આવે છે. જે અદાલત એક માત્ર ઉપાય છે. ફોજદારી કાર્યવાહીની શરૂઆત છે. તેવું કોઇ તારણ લાવતું નથી આવી કાર્યવાહીને રદ કરવા માટે સીઆરપીસી હેઠળ હાઇકોર્ટની સત્તાનો ઉપયોગ કરવા માટે કોર્ટની પ્રક્રિયાનો કોઇ પણ રીતે દુર ઉપયોગ થાય છે.

છેતરપિંડીના કેસની સુનાવણી હાઇકોર્ટ કોર્ટમાં ચાલી હતી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે વિસ્તૃત ચુકાદોમાં કરારના આક્ષેપના ભંગના કારણે વેચાણ કરારને સમાપ્ત કેસ હતો. મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવી તે હક્કીકત નોંધી તેમજ ફરિયાદ અને ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલા તથ્ય વ્યવસાહીક વ્યવહારને જાહેર કરે છે. પરંતુ તે ભાગ્યે જ છેતરપિંડીનો ગુનો આવા વ્યવહારથી છુટકારો મેળવવાનું એકત કારણ છે. ઘણી વખત છેતરપિંડીનો ગુનો વ્યાપારી રીતે કરવામાં આવે છે. કરારનું પાલન કરવા માટે સિવિલ દાવો દાખલ થાય છે જ્યારે કરાર ભંગ કરી કસુર કરવી એ એક ફોજદારી કૃત્ય સમાન છે. ત્યારે કોર્ટમાં કરાર પાલનનો દાવો ચાલુ હોય ત્યારે ફોજદારી ગુનો ન બે તેવું કહી ન શકાય તેમ સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. અને અપીલને મંજુરી આપતા ગુનાના ગુણદોષ ફોજદારી કાર્યવાહી માટે પુરતા પુરાવા હોય ત્યારે ફોજદારી ગુનો નોંધી શકાય તેમ હોવાનું ઠરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.