Abtak Media Google News

કાગડા બધે કાળા જ હોય

શ્રાઘ્ધના મહિનામાં આપણા સૌરાષ્ટ્રના મૂળ કાગળાઓ આપણે દેખાતા નથી. ત્યારે દરિયા પાર લંડનમાં રોજ કાગડાના ઝુંડ ‘કાગવાસ’આરોગે છે

ગ્લોબલ વોમિગને કારણે ઘણા પશુ-પંખીની પ્રજાતિઓ લુપ્ત થાવના આરે છે ત્યારે ભારતીય સંસ્કૃતિની પ્રાચિન ધાર્મિક પરંપરામાં જોડાયેલા કાગડાનું અસ્તિત્વ આપણે ત્યાં જોખમ છે. સૌરાષ્ટ્ર કે રાજકોટમાં શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા નથી કે લુપ્ત થઇ ગયા છે ત્યારે દરિયાપાર લંડન જેવા વિદેશમાં ઢગલાબંધ કાગડાઓ જોવા મળી રહ્યા છે જે એક નવાઇ જારી વાત છે.

‘અબતક’ની નોલેજ કોર્નરના નિયમિત વાંચક અને મુળ જામનગરનાને છેલ્લા ચાર દાયકાથી યુનાઇટેડ કિંગડમના લંડન શહેરમાં હર્ટફોર્ડશાયર શહેરમાં વસવાટ કરનાર ઇલાબેન વ્યાસે જણાવ્યું છે કે, મારા ઘર સાથે અમારા શહેરને લંડનમાં બારે માસ કાગડા ખોરાક માટે ઘરના ગાર્ડનમાં આવે છે. લંડનમાં બધા ઘરમાં આગળને પાછળ વિશાળ ગાર્ડ ન હોવાથી ઘણા પક્ષીઓ જેવા કે હોલો, કબુતર, કાગડા નિયમિત ખોરાક માટે આવે છે.

ભાદરવા મહિનાના 16 શ્રાઘ્ધનું ધાર્મિક મહત્વ ભારતીય સંસ્કૃતિમાં છે તયારે પિતૃઓ માટે નિયત દિવસે કાગ વાસ ઘરના છાપરા કે અગાસી ઉપર મુકવામાં આવે છે જે કાગડાઓ ખાવા આવતા હોય છે. કાગ વાસમાં ખીર રોટલી જેવો ખોરાક કાગડાને માટે મુકવામાં આવે છે.

ઇલાબેન વ્યાસે ‘અબતક’સાથેની વાતચિતમાં જણાવ્યું કે અમારે તો નિયમિત કાગડાઓ ખોરાક માટે આવે છે મકાનના ઉપરના નિયત છજા ઉપર ઝુંડ બેસે અને જેવું ખોરાક આપીએ એટલે ગાર્ડનમાં આવીને જમવા લાગે ઘણીવાર નો ક્રા…. ક્રા કરીને બીજા કાગડાને પણ બોલાવતા જોવા મળે છે. લેખની તસ્વીરમાં બારનેટ હર્ટ ફોર્ડશાયરના તેમના મકાન ઉપર આવેલા કાગડા જોવા મળે છે. આજે લોકોને વિદેશ ગમનનો શોખ વઘ્યો છે. ત્યારે આપણાં કાગડાઓ પણ લંડનની સફર કરીને ત્યાંના સ્થાઇ થઇ ગયા છે.

આપણા દેશ કરતાં વિદેશમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગતી હોય છે તયારે પર્યાવરણનો સાથી કાગડો ત્યાં પણ નકામો ચકરો સાફ કરી રહ્યો છે. જો કે વિશ્ર્વભરમાં કાગડાઓ બધે કાળા જ હોય છે. હિન્દુ સંસ્કૃતિ માં પિતૃઓના શ્રાઘ્ધ કાર્યમાં તેનું જોડાણ પ્રાચિન કાળથી જોવા મળે છે. ત્યારે લંડન શહેરના વિવિધ પ્રાંતમાં કાગડાઓના ઝુંડ જોવા મળતા મુળ સૌરાષ્ટ્રના તયાં સ્થાયી થયેલા લોકો આનંદિત થઇને ‘કાગ વાસ’નું કાગડાને જમણ કરાવીને પિતૃઓનું શ્રાઘ્ધ કાર્યકરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.