Abtak Media Google News

આજના ડિજિટલ યુગ સાયબર ક્રાઇમમાં 60% કેસ વધ્યા છે ત્યારે તેની જાગૃતિ આવશ્યક

JCI યુવા દ્વારા તા.8ને રવિવારના રોજ યુવા ટ્રેનીંગ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયબર સિક્યોરિટી અવેરનેશ અને જી.એસ.ટી. અને વેપાર-ધંધા વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા જે.સી.આઇ. રાજકોટના યુવા પ્રમુખ જેસી નિશીત જીવરાજાણીએ ‘અબતક’ મિડીયા હાઉસના મેનેજીંગ તંત્ર સતીષકુમાર મહેતા સાથે છણાવટ ભરી ચર્ચા કરી હતી.

આપણે વિશ્ર્વ સાથે તાલમેલ કરવો હશે તો ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. પરંતુ ટેકનોલોજીની સાથે સાયબર ક્રાઇમમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે ત્યારે સાયબર સિક્યોરિટી અવરનેશ અને જી.એસ.ટી.ને લઇ વેપારી-ધંધામાં પડતી મુશ્કેલી અંગે જે.સી.આઇ. રાજકોટ યુવા દ્વારા તા.8ને રવિવારના રોજ લીંબડા ચોક સ્થિત આવેલી ક્લાસિક્યુના 10માં માળે ટ્રેનીંગ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા તારીખ 08/05/2022ને રવિવારના રોજ સાંજે 5:00 કલાકેથી 8:00 કલાક સુધી હોટેલ કલાસિક્યુ, દસમો માળ, જલારામ ચીકીની ઉપર, લીમડા ચોક, રાજકોટ ખાતે ટ્રેનીંગ મહાકુંભ-2022નું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં એક જ દિવસે આજના સમયમાં ઉપયોગી બને એવા બે વિષય ઉપર બિઝનેસની માહિતી સાથે સાયબર સિક્યોરિટી અવેરનેશ ટ્રેનીંગના સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ મહેમાન તરીકે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વિશાલ રબારી હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે સાથે ઉપયોગી માહિતી વિશે ઉપબોધન પણ કરશે. આ સેમિનાર લેડિઝ અને જેન્ટસ બધા માટે છે અને બધા જ પાર્ટીસિપેટને સર્ટીફીકેટ દ્વારા નવાજવામાં આવશે. પાર્ટીસિપેટ કરવા માટેનું સ્થળ સાયબર સિક્યોરિટી અવેરનેસ માટે સમય સાંજે – 5:00 કલાકેથી 6:15 કલાક સુધી, ટ્રેનર : પ્રો.ગૌરવ દેશાણી (વોલિયન્ટર- સાયબર સેલ ગાંધીનગર), જીએસટી અને બિઝનેસ વિશે માર્ગદર્શન માટે સમય સાંજે – 6:45 કલાકેથી 8:00 કલાક સુધી, ટ્રેનર : સી.એ.બાદલ સોનપાલ, પર રજીસ્ટ્રેશન કરવું.

જેસીઆઇ રાજકોટ યુવાના વર્ષ 2022 માટે સભ્ય બનવા ઇચ્છતા લોકોએ નીચેના નંબર પૈકી કોઇપણ નંબર પર સંપર્ક કરી શકે છે. જેસી નિશીત જીવરાજાણી મો.નં.9429230257, 7359975757, જેસીઆઇ સેન અશ્ર્વિન ચંદારાણા મો.નં.9825314443, જેસી મૌલીક માધાણી મો.નં.8320666837, જેએફએમ ક્રિષ્ના માંડવીયા મો.નં.9537201377, જેસી ડો.કલ્પેશ રાડીયા મો.નં.8780851438.

વર્તમાન ડીજીટલ યુગમાં જે વાત કરો તેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. મોબાઇલમાં થતા ફ્રોડ માટે અવેરનેશ ઓછી હોવાથી આવા ગુના વધે છે અને ગુનેગારો આવી જાય છે. મોબાઇલમાં વધારાના ડેટા ફિચર્સ વાપરવા મળે છે ત્યારે તેનો કેમ ઉપયોગ કરવો તે આજના યુવા વર્ગે ખાસ શીખવાની જરૂર છે. સોશિયલ મિડીયા ઇન્ટરનેટમાં આજના માધ્યમમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવા, સ્પામ, બ્લોક કરવા અને મિસકોલ બાબતો જેવી સાથે મોબાઇલ સેવ ડેટા જોડો, સાવચેતી રાખવી અનિવાર્ય બની છે ત્યારે અવેરનેશ સેમિનાર ખૂબ જ ઉપયોગી થાય.

આ સાથે સાથે જીએસટી પરિપત્ર વન નેશન, વન ટેક્સ સાથે નવા નિયમોથી યુવાનો માહિતગાર થાય તે જરૂરી છે. વેપાર-ઉદ્યોગ, તમામ બિઝનેશ સામે આવતી મુશ્કેલીઓમાં કેવી રીતે રસ્તો કાઢવો તેની માટે પણ આ સંમેલનમાં માહિતગાર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.