Abtak Media Google News

માનો યા ન માનો પરંતુ આ આંકડો ભારતના રીઝર્વ ફંડ કરતા પણ વધુ છે!

વિશ્ર્વ આખું અત્યારે સાઇબર ક્રાઇમની ઝપટમાં આવી ગયું છે. એક અભ્યાસ મુજબ સાયબર ક્રાઇમ વર્ષે અધધ ૪૦ લાખ કરોડ ચાંઉ કરી જાય છે ! આ આંકડો ભારતના રીઝર્વ ફંડ કરતા પણ વધુ છે.

અમેરીકાની રાજધાની વોશિગ્ટનની સિકયુરીટી ફર્મ મેકફી દ્વારા સાયબર ક્રાઇમ પર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ ૨૦૧૭માં થયેલા સાઇબર ક્રાઇમના કિસ્સા અને તેના થકી ચોરાયેલી રકમ પર કેંદ્રીત હતો.

રીપોર્ટમાં જણાવાયું છે કે – વિશ્ર્વની મહાસત્તાઓ પણ સાયબર એટેકથી બાકાત નથી. સાયબર ક્રિમીનલના હાથ લાંબા છે. ટૂંકમાં વિશ્ર્વ આખું અત્યારે સાઇબર ક્રાઇમની ઝપટે ચઢેલું છે. સાયબર ક્રિમીનલો સરકારી માહીતીની ચોરી કરીને વેચે છે.

એટલું જ નહી બેંક એકાઉન્ટ હેડ કરીને નાણાં સેરવી લે છે. વિશ્ર્વ આખામાં આવા કિસ્સાઓ થકી ગ્લોબલ સાયબર ક્રાઇમ  રૂ ૪૦ લાખ કરોડ ચાંઉ કરી જાય છે.

રીપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે રશિયા, નોર્થ કોરિયા, ઇરાન અને ચીનમાંથી સૌથી વધુ સાયબર એટેક થાય છે. આ દેશો જાણે સાયબર ક્રિમીનલોના ‘જન્મદાતા’છે. તેઓ કટિંગ એ જ ટેકનોલોજી એટલે કે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાપરીને સરકારી ડીપાર્ટમેન્ટને પાછળ પાડી દે છે.

ગયા વર્ષે સાયબર ક્રિમીનલોએ અથવા હેકર્સોએ ભારતીય બેંકોના એટીએમના પાસવર્ડ બ્રેક કરી મોટી રકમ ઉપાડી લીધી હતી. આવા તો કઇ  કેટલાય કિસ્સા રોજ-બ-રોજ વિશ્ર્વભરમાં બની રહ્યાં છે. સાઇબર ક્રાઇમ શિરદર્દ સમાન બની રહ્યું છે અને સાઇબર સીકયુરીટી સીસ્ટમના હાથ ટૂંકા પડી રહ્યા છે. સ્થાનીક સ્તરે પણ સાયબર ક્રાઇમની ટકાવારી ઘટવાના બદલે વધી છે. તેવું જાણવા મળે છે.

લ્યો કરો વાત, સિંગાપોરે સાયબર હુમલાખોરોને આમંત્રિત કર્યા

લ્યો કરો વાત, સીંગાપોરે સાયબર હુમલાખોરોને ‘આમંત્રિત’ કર્યા ! જો કે સીંગાપોર સરકારે આને  ‘વ્હાઇટ હેટ’ હેકર્સ ગણાવ્યા છે. કેમ કે- આવા હોંશિયાર સાયબર હુમલાખોર થકી પોતાની સાયબર સુરક્ષા મજબુત બનાવવાનો માસ્ટર પ્લાન છે. તાજેતરમાં સીંગાપોરના રક્ષા મંત્રાલયે આવા નિષ્ણાતોની મદદ લેવા રીતસર જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું. જેમાં ૨૬૪ આવા કહેવાતા વ્હાઇટ હેટ હેડર્સ આવ્યા હતા. જે પૈકી બેસ્ટ હેકર્સને ૧૫૦૦૦ ડોલરનું ઇનામ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ ડીપાર્ટમેન્ટ ઘણી વાર આવા વ્હાઇટ હેર હેકર્સ ની મદદ લેતી હોય છે કે આખરે ‘લોઢુ જ લોઢા’ને કાપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.