Abtak Media Google News
  • લોકો મોબાઇલની જેમ જ સાઈકલને પોતાનું “અભિન્ન અંગ” બનાવે તેવી જ નેમ
  • રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા શાનદાર આયોજન: નેશનલ ગેમ્સ પૂર્વે અને સ્પોર્ટ્સ કાર્નિવલ વચ્ચે જ અદકેરી ઇવેન્ટ

છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને કોરોનાકાળ પછી લોકો પોતાના આરોગ્યની ખંતપૂર્વક જાળવણી કરતા થઈ ગયા હોય તેવી રીતે અલગ અલગ કસરતો થકી શરીરને ફિટ એન્ડ ફાઈન રાખતા થઈ ગયા છે. જો આખા શરીરને એક જ વારમાં કસરતી બનાવી દેવું હોય તો સાઇકલ રાઈડ જેવું બીજું કશું જ નહીં તે વાત પુરવાર થઇ ગઇ હોવાથી લોકોમાં સાઇકલ પ્રત્યેનો ઝુકાવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બીજી બાજુ લોકો પણ સાઈકલને મોબાઇલની જેમ જ પોતાનું અભિન્ન અંગ બનાવી લે તે માટે રાજકોટ સાઈકલકલબ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવું જ એક આયોજન શનિવારે કરાયું છે.

Advertisement

એકબાજુ રાજકોટમાં નેશનલ ગેમ્સની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને સરકાર દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી વિવિધ રામતોનો સ્પોર્ટસ કાર્નિવલ યોજાઈ રહ્યો છે ત્યારે જ યોજાઈ રહેલી સાઈકલોમાઇલ્સથી અનેરો માહોલ ઉભો થશે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

રાજકોટ સાઇકલ કલબ દ્વારા 100 કી.મી. સાઈકલોમાઇલ યોજાશે જેનો પ્રારંભ સાંજે 7.30 વાગ્યાથી થઈ જશે અને સાઈકલીસ્ટે પોતાની રાઈડ (100 કી. મી) 6 કલાકની અંદર પુરી કરવાની રહેશે.

100 કી.મી.ની રાઈડ દરમિયાન સાઈકલીસ્ટને પૂરો સહકાર મળી રહે તે માટે આખા રસ્તે 2 કાર સાથે જ રાખવામાં આવશે. આ ઉપરાંત સાઈકલીસ્ટને “તરોતાજા” રાખવા માટે યુ-ટર્ન પોઇન્ટ અને એન્ડ પોઈન્ટ પર રિફ્રેશમેન્ટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ધારિત સમયમાં રાઈડ પુરી કરનાર રાઈડરને મેડલથી સન્માનિત પણ કરવામાં આવશે. એકંદરે સાઇકલ રાઈડ સાંજે 7.30થી રાત્રે 1.30 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. રાજકોટ સાઇકલ કલબ દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી છે કે દરેક રાઈડરે સેફટી માટે સાઈકલની આગળ-પાછળની લાઈટ અને રીફલેક્ટર રાખવું ફરજીયાત છે.

“સાઈકલોમાઈલ્સ”માં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અમે તેના માટે રાજકોટ મિડટાઉન લાઈબ્રેરી, સિવિક સેન્ટર અમીન માર્ગ (ફોન ન.2454537) રાજકોટનો સર્પક કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ સાઈકલ કલબની નવી મેમ્બરશિપ શરૂ

આ સાથે જ રાજકોટ સાઈકલકલબની નવી મેમ્બરશીપ માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં ઝડપથી નોંધણી કરાવી લેવા રાજકોટ સાઇકલ કલબ દ્વારા સાઈકલપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. નવી મેમ્બરશીપ માટે 15 ઓગસ્ટથી એક વર્ષ માટે માન્ય ગણાશે તો તેનો બહોળો લાભ લેવા સાઈકલીસ્ટોને અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.