Abtak Media Google News

મેન્ડોસની સંભવિત અસરના પગલે આંધ્રપ્રદેશ અને તામિલનાડુના દરિયા કાંઠે ઓરેન્જ એલર્ટ , ભારે વરસાદની શક્યતાને પગલે જળાશયોમાંથી વધારાનું પાણી છોડાયું, વિચારવાળા વિસ્તારોમાં સલામત સ્થળાંતરની તૈયારીઓ

દક્ષિણ ભારતના દરિયાકાંઠે ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા વાવાઝોડા મેંડોસ ચક્રવાત ના પગલે ચેન્નાઈ સહિતના વિસ્તારોમાં ભારે ભવન અને વરસાદ ને લઈને તંત્ર એલર્ટ બન્યું છે વાવાઝોડા અને ભારે પવન ને લઈને ચેન્નઈ એરોડરામ પરથી બપોરે ઉપડતી ચાર જેટલી ફ્લાઈટોને રદ કરવા ના આદેશો કર્યા હતા.

ચેન્નાઇ કલેકટર આર રાહુલ નાથે પુંજેટી ગામ માં વિઝીટ લઈને આપાત રાહત કામગીરી સાથે સંકળાયેલી એજન્સીઓને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાકીદ કરી હતી.

વાવાઝોડાના પગલે ચેન્નાઈ થી ઉપડતી બપોરની ચાર ફ્લાઇટને રદ કરી નાખી હતી વાવાઝોડાના પગલે હજુ કેટલીક વિમાન સેવા અસરગ્રસ્ત થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું ,ભારે પવન અને સંભવિત વરસાદ ના પગલે કોઈ જોખમ ઊભું ન થાય તે માટે વિમાન સેવા ને અટકાવી દેવામાં આવી છે, મદુરાઈથી બપોરે અઢી અને સાડા ત્રણ વાગ્યાની ફ્લાઈટો મુલતવી રાખવાના આદેશો આપ્યા હતા મીંડોસ વાવાઝોડા ના કારણે 20થી વધુ ફ્લાયટો અને અસર થશે પટના મદુરાઈ સિંગાપુર વારાણસી ની ફ્લાઈટ એકાદ બે કલાક મોડી થશે.

મેન્દોસ વાવાઝોડા અને ચક્રવાત ના પગલે વરસાદની સંભાવના ને લઈને ચેન્નાઇ આવેલા તમામ જળાશયમાંથી વધારાનું પાણી છોડી દેવાના આદેશો જારી કરવામાં આવ્યા છે ના કારણે ચેન્નાઈના દરિયા કાંઠે ઉછળેલા વિશાળકાય મોજાથી વિકલાંગો માટે બનાવાયેલી લાકડાની રેમનસ્ટ થઈ ગઈ હતી ગુરુવારે મોડી રાત્રે ભારે મોજાના કારણે 200 મીટર લાંબી લાકડાની રેપ તૂટી પડી હતી તાજેતરમાં જ સવા કરોડના ખર્ચે વિકલાંગો માટે રેમ્પ બનાવવામાં આવી હતી  મરીના બીચઉપર વિકલાંગો સહેલાઈથી ફરી શકે તે માટે બનાવેલી રેમ્પનું તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું

ચેન્નાઇ હવામાન વિભાગે મેન્ડોસ ની અસર થી ચાર દિવસ સુધી હળવા થી ભારે વરસાદની આગાહી કરી છે તેની અસર તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ના દક્ષિણ પૂર્વ કિનારા ઉપર પડે તેવી સંભાવના ના પગલે વેચાણ વાળા વિસ્તારોમાં તંત્રને સાધ્ય કરી સલામતી સ્થાન પર થી લઈને સંભવિત તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જળાશયોમાંથી વધારાનું પાણી છોડવાની સાથે સાથે વેચાણવાળા વિસ્તારોમાં સલામતી સ્થાન પર અને આંધ્ર પ્રદેશ ના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં ભારે પવન ફુકવવાની આગાહી કરવામાં આવી છે આ લખાઈ રહ્યું છે ત્યારે તામિલનાડુ આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠે અને મેન્ડોસની સંભવિત અસરવાળા વિસ્તારમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી દીધી છે અને દરિયામાં રહેલા માછીમારોને તાત્કાલિક કિનારે આવવાના મેસેજ આપી દેવાયા છે ચેન્નાઇ થી ઉપડતી ચાર લાઈટો રદ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.