Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે જે લઘુ નથી તે ગુરુ. જેમના જીવન માંથી કઇ પ્રેરણા મળે તે ગુરુ. આ ગુરુને પૂજનીય ગણી તેમને યાદ કરી તેમના ચરણોમાં વંદન કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. અષાઢ સુદ પુનમના રોજ ગુરુ પૂર્ણિમાનો અવસર આવે છે ત્યારે આજે રાત્રે આકાશમાં કંઈક અલગ જ નજરો જોવા મળશે.

આજે રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે આથી ચંદ્રનો આકાર સામાન્ય કરતા 14 ગણો મોટો દેખાશે.એટલું જ નહી 30 ટકા વધારે ચળકતો પણ તમે નરી આંખે જોઈ શકશો. આજે રાત્રે બનતી આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં સુપરમુન કે બેકમુન પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ચંદ્રનું પૃથ્વીથી અંતર 384403 છે. એ હિસાબે ચંદ્ર 27139 કિમી વધારે નજીક હશે. આ ખગોળીય ઘટના સમયે ચંદ્રનું પૃથ્વીથી અંતર 357264 કિમી જે સૌથી ઓછું હશે. ખગોળ વિજ્ઞાનીઓ અને ખગોળશાસ્ત્રીના જણાવ્યા અનુસાર પૂનમની અસર 3 દિવસ સુધી રહે છે અને 14 જુલાઇના રોજ ચંદ્રને સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.