Abtak Media Google News
અષાઢીબીજના પવિત્ર દિને

બ્રેઈનડેડ થતા પરિવાર તાત્કાલીક નિર્ણય કરી કર્યું અંગોનું દાન

દમયંતીબેન ભરતભાઈ સુતરીયા ઉમર વર્ષ 53 તા . 29 જૂનના રોજ ભરતભાઈ સાથે અનિડા ગામે જતાં હતા એ દરમિયાન ટીલાળા ચોક , નવા 150 ફૂટ રિંગરોડ પર સ્પીડબ્રેકરમાં લથડી જતાં દમયંતીબેન પડી ગયા અને સ્થળ પર જ કાન અને નાકમાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું . તેને તાત્કાલિક વોકાર્ડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ત્યાં ડો . કાંત જોગાણી  તેમનું તરત જ ઓપરેશન કર્યું , પરંતુ આ વખતે જ બ્રેઇન હેમરેજને લીધે બ્રેઇનમાં કોઈપણ પ્રકારની રિકવરી ન થઈ અને અંતે 30 જૂનનાં રોજ ડો . કાંત જોગાણી સાહેબ અને એમની ટીમે તપાસ કરી બ્રેઇન ડેડ જાહેર કર્યા .

Screenshot 3 1

આ કપરા સમયમાં દમયંતીબેનના બંને પુત્રો કુલદીપભાઈ અને પ્રિન્સભાઈએ એમના અંગદાન કરવાની ઈચ્છા એમના પિતા  ભરતભાઈને વ્યક્ત કરી . ભરતભાઈ પોતે પણ ખૂબ સેવાભાવી છે અને તેઓએ પોતે 54 વખત રક્તદાન કર્યું છે , એટલે આ અંગદાનથી બીજા વ્યક્તિઓને નવી જિંદગી મળતી હોય તો બધાજ અંગો દાન કરવાની મંજૂરી આપી . એમના પુત્રવધૂ કિંજલબેન અને ડેનિશાબેને પણ આ સત્કાર્ય કરવામાં કુટુંબીજનોને ખૂબ સહકાર આપ્યો .

અંગદાનનું નક્કી થતાં જ વોકાર્ડ હોસ્પિટલનાં ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો . વિશાલ ભાલોડી અને નેફ્રોલોજિસ્ટ તથા ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન ડો . દિવ્યેશ વિરોજાએ આખી રાતની સખત મહેનત કરી , અંગદાન માટે જરૂરી ટેસ્ટ , તૈયારી , બ્લડસેમ્પલ મોકલવાની વ્યવસ્થા રાજ્યની સંસ્થા જઘઝઝઘ અને અંગદાન સ્વીકારનાર હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ સાથે સતત સંકલન કરી અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી .

Ad Qwe

આ પ્રક્રિયામાં બ્રેઇનડેડ જાહેર કરવા માટે ખૂબ જ અગત્યનું કાર્ય ડોક્ટર્સની ટીમ ડો . કાંત જોગાણી , ડો . કેતન ચુડાસમા , ડો.ભાવિન ગોર અને ડો . પ્રશાંત મહેતાએ કર્યું . દર્દીને આઈસીયુમાં જાળવી રાખવાનું કાર્ય ડો.જલ્પાબેન બોરડ , ડો . મીત ઉનડકટ તથા નર્સિંગ સ્ટાફ ભાનુબેન , આરતીબેન , મોનાલીબેન , નેહલભાઈ , રાહુલભાઈ , આશિકાબેન , કૌશિકભાઈ , સ્વાતિબેન , ઉષાબેન , નિમિષાબેન , ભૂમિબેન વગેરેએ ખૂબ જ ખંતથી કર્યું હતું . વોકાર્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ અને અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટનો પણ આ સેવાકીય પ્રવૃતિમાં સંપૂર્ણ સહયોગ રહ્યો હતો .

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન , રાજકોટના સામાજિક કાર્યકર  ભાવનાબેન મંડલી ,   નીતિનભાઈ ઘાટલીયા ,   મિતલભાઈ ખેતાણીએ દર્દીના સંબંધીને આ કપરા સમયમાં સાંત્વના આપી અને રાજકોટ પોલીસની મદદથી ગ્રીન કોરિડોરની વયસ્થા કરવામાં યોગદાન આપ્યું હતું. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842 , 9427776665 , 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.