Abtak Media Google News

પાલીકાના અણધડ વહીવટથી વ્યવસ્થા  વારંવાર  પડી ભાંગતી હોવાની ફરિયાદનો ઉકેલ કયારે ?

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા ના દરવાજે ભરાતું પાણી પીવા નું કે ગટર નું ? રામ જાણે આમજ ભણશે ગુજરાત ? ક્ધયા શાળા ના દરવાજો વારંવાર બેટ માં ફેરવાઈ જાય છે  દામનગર પાલિકા તંત્ર એક બાજુ વારંવાર જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા વિકાસ કામો ના ખાતમહુર્ત માં ફોટા પડાવી વાહવાહી કરાવી રહ્યા છે અને બીજી બાજુ શહેર માં પાણી કાપ લાદી દેવાયો છે પીવા ના પાણી નો બગાડ થતો હોવા નું કારણ આગળ ધરી પાણી કાપ લાદી દેવાયો કે પાણી પુરવઠા ના કરોડો ની ઉઘરાણી કડક થઇ રામ જાણે પણ શહેરીજનો ને પ્રાથમિક સુવિધા માં નિષફળ દામનગર પાલિકા તંત્ર એ પહેલા શહેર ને એકઆત્રા પીવા નું પાણી મળતું તે ત્રણ દિવસે કર્યું અને હવે ચાર દિવસે એક વાર પીવા નું પાણી વિતરણ કરી સમગ્ર શહેરીજનો ને બાન માં લેતું પાલિકા તંત્ર બેદરકારી ઢાંકી રહ્યું છે

Advertisement

વારંવાર પીવા ના પાણી ની લાઈનો તૂટી બેફામ મીઠા પીવા ના પાણી બગાડ અટકાવવા ની બદલે વિતરણ વ્યવસ્થા માં કાપ મૂકી દેતા અનેક પરિવારો લાચાર પીવા ના પાણી ના સ્ટોરેજ ટાંક કે સંગ્રહ વ્યવસ્થા ન હોય તેવા પરિવારો મુશ્કેલી માં મુકાયા દામનગર પાલિકા તંત્ર ને જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા માં જેટલો ઉત્સાહ છે એટલો આર્થિક પછાત વસાહત માં જાહેર સ્ટ્રીટ લાઈટ નાખવા માં કેમ નહિ હોય ? સીટીઝન પાર્ક માં 50 થી વધુ સ્ટ્રીટ લાઈટો નાખી દેતું પાલિકા તંત્ર ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના રસ્તા અધારું ઉલેચતા વિસ્તાર ને પ્રાથમિક સુવિધા આપવા માં ઉણું ઉતરી રહ્યું છે કે કોઈ મોટા બજેટ ની રાહ માં છે ?

દામનગર નગરપાલિકા શાસકો એ શહેરીજનો ને પ્રાથમિક સુવિધા ઓને બદલે દુવિધા ઓ ઉભી કરી દીધી છે ધારાસભ્ય અને પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપી શહેરીજનો ને પ્રાથમિક સુવિધા આપે શહેરીજનો નો હક્ક અને અધિકાર બંધ કરી જુના પેવર બ્લોક કાઢી નવા ભલે નાખે પણ પ્રાથમિક સુવિધા તો શરૂ રાખે તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.