Abtak Media Google News
  • સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ કલેક્ટરને મોકલાયો: દોલતપુરામાં સરદાર પટેલની પ્રતિમા મુકાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળેલ હતી, જેમાં મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસકપક્ષ નેતા કિરીટભાઇ ભીંભા, સ્થાયી સમિતીના સિનીયર સદસ્યઓ ઉપસ્થિત રહેલ હતાં. જેમાં સ્થાયી સમિતીના એજન્ડા અનરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતાં, ત્યારબાદ સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડીંગની બેઠકમાં સદસ્યો શશીકાંતભાઇ ભીમાણી, બાલાભાઇ રાડા, લલીતભાઇ સુવાગીયા, ભારતીબેન ત્રાંબડીયા, નટુભાઈ પટોળીયા, દીવાળીબેન પરમાર, કીશોરભાઈ અજવાણી, શાંતાબેન મોકરીયા, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યઓની ઉપસ્થિતીમાં મળેલ હતી, જે બેઠકમાં દરખાસ્તરૂપે આવેલ વિકાસકાર્યો અને જનસુખાકારીના પ્રજાકિય સુખાકારીના કામોને મંજુરી આપવામાં આવેલ છે, મુખ્યત્વે નીચે મુજબના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ભવનાથ વિસ્તારને વેજઝોન ઘોષીત કરવા માટે ઠરાવ કરી ભવનાથ વિસ્તારમાં હદવિસ્તાર નકકી કરી વેજઝોન બનાવવા માટેની મહાનગરપાલિકા કક્ષાની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવેલ છે. વેજ ઝોન ઘોષીત થવાથી સમગ્ર જૂનાગઢના સનાતની સાધુ-સંતો અને અગ્રણીઓની માંગણીને અનુમોદન આપવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાને આગામી દિવસોમાં 25 ઇ-બસ પી.એમ.ઇ-બસ યોજના અન્વયે મળનાર છે ત્યારે ઝાંઝરડા ખાતે ઇ-બસ માટે ડીપોટ તથા વર્કશોપ તૈયાર કરવા માટે ટેન્ડરની શરતો મંજુર કરવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દોલતપરા ખાતે જકાત નાકા પાસે જે ગેઇટ તૈયાર થયેલ છે ત્યાં આગળના ભાગે રાષ્ટ્રરત્ન અને જૂનાગઢને આઝાદ કરવામાં મુખ્ય ભુમિકા ભજવનારા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સરકારની અમૃત 2.00 સ્કીમ અંર્તગત જૂનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.4, 6, 7, 12 અને 13 માં વોટરસપ્લાય ડીઝાઇનીંગ, વર્કિંગ સર્વે પાંચ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (પેકેજ-1) ના ટેન્ડર પ્રક્રિયાના રૂા.1,05,89,99,999/- ભાવો મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ કામગીરી માટે સરકારમાંથી ફંડ ઉપલબ્ધ કરાવવા માંગણી કરવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં આશરે રૂ.115 કરોડ જેવી માતબર રકમના વિકાસકાર્યો મંજુર કરવામાં આવેલ છે, તેમ યાદીનાં અંતમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.