Abtak Media Google News

ભારતના શ્રેષ્ઠ 139 મોડેલ પૈકી સંજીવની હેલિકોપ્ટરની પસંદગી

દામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળા દામનગર પે.સેન્ટર શાળા નં -1 તાલુકો લાઠી જીલ્લો અમરેલી વિજ્ઞાન મેળાનું મોડલ સંજીવની હેલિકોપ્ટર ભારતના શ્રેષ્ઠ 139 મોડલ પૈકી પસંદ થયું. જે આસામ રાજ્યના ગુવાહાટી મુકામે નેશનલ કક્ષાએ રજૂ થયું.આ સંજીવની હેલિકોપ્ટર ભારતના પ્રથમ સીડીએસ બીપીન રાવતજીના હેલિકોપ્ટર દુર્ઘટના આધારિત બનાવવામાં આવ્યું છે.

હેલિકોપ્ટરમાં આવી દુર્ઘટનામાં વ્યક્તિઓના જીવનનું રક્ષણ કઈ રીતે થાય તેવી સંજીવની સમાન આ હેલિકોપ્ટરની રચના કરવામાં આવી છે.આ નેશનલ સાયન્સ ફેરમાં મોડેલ ની મુલાકાત લેનાર એનસીઇઆરટી ન્યુ દિલ્હી ટીમ, આસામ સરકાર તથા અન્ય લોકો માટે આ મોડેલ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ આ મોડલ શ્રેષ્ઠ મોડેલ તરીકે પસંદ થયેલ હવે આ મોડેલ તા.4 થી 6  જાન્યુઆરી 2023 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર મુકામે યોજાનાર આરકેવીએસ કક્ષાના સાયન્સ સંમેલનમાં પ્રદર્શન માટે ભાગ લેવા જવા બદલ આ મોડેલ બનાવનાર શાળાના વિદ્યાર્થી વાજા દેવાંગ, રાવળ ઓમ તેમજ માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક આર.ડી હેલૈયા ને દામનગર શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્યનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ સર્વોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.