Abtak Media Google News

ભાજપના ગઢ તરીકેની આભા જાળવીને દર્શિતાબેને નવો રેકોર્ડ સર્જી ભાજપ ટીમના “વિજય વિશ્વાસ”ને અકબંધ રાખ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં આજે મતગણતરી દરમિયાન વિધાનસભા રાજકોટ 69 બેઠક પર દર્શિતાબેન શાહે ભૂતકાળની તમામ અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણીની લીડ થી પણ વધુ સરસાઈ મેળવવાનો રેકોર્ડ ઉભો કર્યો છે દરશિતાબેન શાહ ના મત વિસ્તારમાં આજે સવારથી જ શરૂ થયેલા પ્રથમ રાઉન્ડથી કમળ આગળ ચાલતું હતું અને અને લીડ રેકોર્ડ બ્રેક રીતે આગળ વધી રહી  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જંગી સરસાઈથી પણ આ વખતે દર્શિતાબેન શાહને વધુ મત મળ્યા છે.

રાજકોટ 69 વિધાનસભા મતવિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જંગી બહુમતી સાથે જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો આ વખતે ડબલ એન્જિન સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ ના વિશ્વાસ ને 69 વિધાનસભા ના મતદારોએ વધુ સાર્થક બનાવી દર્શિતાબેન શાહને જંગી લીડ આપી છે ભાજપના ગઢમાં વિજયભાઈ નો રેકોર્ડ તોડીને દર્શિતાબેન શાહે ભાજપ ના વિજય વિશ્વાસ ને વધુ સુદ્રઢબનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.