Abtak Media Google News

અંડરવર્લ્ડ ડોન અને મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની થાણે પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના પર જબરજસ્તી ઉઘરાણી કરવાનો અને ધમકીઓ આપવાનો આરોપ છે. હાલ થાણે ક્રાઈમ બ્રાન્ચમાં તેની પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈકબાલ કાસકર એક વેપારીને ફોન પર ધમકી આપતો હતો. વેપારીની ફરિયાદના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઈકબાલની મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલ પ્રદીપ શર્માએ ધરપકડ કરી છે. હાલ ઈકબાલની પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.