Abtak Media Google News

ડી કંપનીના નાણાકીય વ્યવહારો સંભાળતો જાબીર મુળ પાકિસ્તાની નાગરિક

૧૦ વર્ષના વિઝાથી યુકેમાં વસવાટ કરતા દાઉદના સાગરીતને પોલીસે હોટેલમાંથી દબોચ્યો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ખજાનચી ગણાતા જાબીર શીદીક ઉર્ફે જાબીર મોતીને યુકે પોલીસે લંડનની હિલટન હોટેલમાંથી ઝડપી પાડયો છે. જાબીર વર્ષોથી દાઉદ ઈબ્રાહીમના મુડી રોકાણોનું મેનેજીંગ કરતો હતો. ભારતીય સુરક્ષા સંસ્થાઓ લાંબા સમયથી જાબીરની શોધ કરી રહી હતી.

Advertisement

જાબીર શીદીક પાકિસ્તાનનો નાગરિક છે અને યુકેમાં ૧૦ વર્ષના વિઝાથી વસવાટ કરી રહ્યો છે. હાલ તેની ધરપકડ ડ્રગ્સના ગુનામાં થઈ છે. વિગતો અનુસાર જાબીર દાઉદ અને તેની પત્નીનો ફાયનાન્સ મેનેજર હતો. જાબીરને ભારત અને યુકે વચ્ચેની સંધી હેઠળ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દાઉદ ઈબ્રાહીમ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં ટોચના સ્થાને છે. દાઉદના ફાયનાન્સ મેનેજર એટલે કે, ખજાનચીની યુકેમાં ધરપકડથી અનેક લોકોના નામ ખુલશે તેમજ દાઉદનો પત્તો લાગશે તેવી આશા સુરક્ષા સંસ્થાઓને છે. અગાઉ ભારતે યુકે સમક્ષ જાબીરની ધરપકડ માટે અપીલ કરી હતી. જેને યુકે સરકારે માની લીધી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની નાગરિક જાબીદ અન્ડરવર્લ્ડ ડોન દાઉદનો ખાસ માણસ ગણવામાં આવે છે.

દાઉદ અને ડી કંપની સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોનો સમગ્ર હવાલો જાબીર સંભાળે છે. દાઉદની પત્ની મહઝબી પણ જાબીર પર વિશ્વાસ કરતી હોવાનું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.