Day Special, ટીચર્સ ડે….

વિકાસ પામવા માટે શિક્ષણ નું પ્રમાણ વઘે, શિક્ષણ ની ગુણવતા સુધરે તેની આવશ્યકતા સહુકોઇ સ્વીકારે છે. પ્રત્યેક ભારત વાસી પ્રત્યેક મા-બાપ આજે શિક્ષણનાં મહત્વ ને આજે સ્વીકાર કરે છે. બીજી તરફ શિક્ષણનાં સ્તર માટે ચિંતા કરે છે. બળાપો કાઢે છે. વખતો વખત શિક્ષક વર્ગ સરકારી તંત્ર ને દોષિત પણ ગણે છે. આપણે શિક્ષણરથના જે મહત્વનાં ચક્ર “પાલક ” માં-બાપ છે. સ્વ. ધુમકેતુ એ ” પોસ્ટઓફિસ ” નામની વાર્તા માં માં-બાપ વેદનાં સંદર્ભે એક માર્મિક સત્ય નું નિરુપણ કર્યુ છે. ” જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી ને બીજાની દ્રષ્ટિ થી જુએ તો અરધુ જગત શાંત થઇ જાય” આ જ બાબત શિક્ષણ નાં સંર્દભમાં માં-બાપ ને પણ ર્સ્પશે છે. આજે પ્રાથમિક શિક્ષણ થી માંડી ને ઉચ્ચ શિક્ષણ સુધી માતા-પિતા સંતાનોના અભ્યાસ સંદર્ભે મોટા ભાગે અજ્ઞાન હોય છે. અથવા અંધારામાં રહે છે.

મોટાભાગે સમાજની એકંદર એવી સમજ છે કે ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યામિકમાં કે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનો ને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે.માં-બાપ પોરસાય છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્ક નો ફુગ્ગો આ સ્પધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે. સવોચ્ચગુણાંક મેળવનારા સંતાનો ની અભિવ્યકિત કોશલ્ય અંગે માં-બાપ પુરતો રસ લેતા નથી. સ્પધાત્મક માહોલમાં “ગુણવતા ” ની ચકાસણી ખરેખર થાય ત્યારે શું કરવું તેની સમજ આવા યુવાનો પાસે હોતી નથી. માં-બાપ ને ખબર પડતી નથી. અને તે સંજાગો માં ખાનગી હાટ આ સ્થિતીમાં લાભ લઇ પુરતું શોષણ કરે છે. વર્તમાન તબકકે જેમ વિધાર્થી માંગ કરતો નથી તેમ માં-બાપ પણ જાગૃતિ દર્શાવતા નથી. તૈયાર અભ્યાસ સાહિત્ય-સ્યાર સજેશન અને ટયુશનની સધળી માંગ સંતોષવા માટે માં-બાપ હંમેશા તત્પર હોય છે. પરંતુ સંતાનની સમજ શકિત, ઊંડાણ હસ્તાક્ષર વિગેરે બાબતો માટે સંતાન પાસે બેસવાનો સમય નથી. અને કા તો બિનજવાબદાર બની જાય છે.

માં-બાપ સંતાનોનાં શિક્ષણ પાછળ ખરેખર કેટલો ખર્ચ ધણો કરે છે. ? એક મોટો વર્ગ એવુ માને છે. શિક્ષણ પાછળ ખર્ચ ધણો થાય છે. પરંતુ વાસ્તવિક શિક્ષણ એટલે પાઠયપુસ્તકો, બોલપેન, નોટબુક ગણાવી શકાય . આજે પણ પાઠયપુસ્તકો, તેટલા મોંધા નથી. હવે તો પ્રતિષ્ઠિત અંગેજી ભાષામાં ઉપલબ્ધ છે.માં-બાપ મુળ પાઠયપુસ્તકો નાં આગ્રહ રાખે તો તે એટલા ખર્ચાળ નથી. સૌદર્ય પ્રશાધન અને મોબાઇલ તેમજ વાહન સંતાનોનો ખર્ચ વધુ રોકે છે, જે બાબત માં-બાપ બેકાળજી રાખે છે. ખાસ કરી ને ઉચ્ચ શિક્ષણ માં આ માહોલ વિશેષ જોવા મળે છે. કેટલાક શહેરોમાં તાજેતરનાં વર્ષમાં યુવાન વિધાર્થીઓની આત્મહત્યા ના કિસ્સાઓ વધતા જાય છે. આ માટે મુખ્ય કારણમાતા-પિતા દ્વારા ગુણાંક ના સંદર્ભમા બિનજરૂરી દબાણ માતા-પિતા કિશોર વયે કે તરુણ વયે સંતાનો ને સમય ઓછો આપે છે. આ સંજોગોમાં બાહય કાઉન્સલીંગ ની માંગ વધતી જાય છે. સંતાનોના ભવિષ્ય સંબધિ માર્ગદર્શન અસ્થાને નથી. પરતુ ભવિષ્યનાં નિર્માણ નું આઉટસોર્શીગ થાય છે. તે આત્મઘાતી છે.

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

માં-બાપ ની રહેણીકહેણી સંતાન ઉપર ર્દીર્ધકાળ છાપ મુકી જાય છે. ખાનપાનનો વિવેક સમાજ સ્વંયમુકતો જાય છે. માતા-પિતા ચટકા મસકામાં મસ્ત રહેતા હોય તો સંતાનને કોણ કહેશે? પ્રવૃતિશીલ જીવનના કારણ માતા-પિતા તનાવ અનુભવે તે સહજ છે. પરંતુ ધરના નાસ્તા અને બહારનો તૈયાર નાસ્તા ની ગુણવતા ની સમજ ન કેળવે તે કેમ ચાલે ?
સમાજ જો દેખાદેખી ને જ જીવન અને દેખાદેખી થી ધન્યતા અનુભવે તો સંતાન તેમજ કરવાના છે. દેખાદેખી ‘નો નશો આવતી કાલ ની પેઢી માટે ખતરા ની ઘંટડી સમાન છે. આ જવાબદારી મા-બાપ ની છે.ખાનપાન-પહેરવેશ, ફરવામાં માતા પિતા વિવેક ચુકે છે. ‘ પોજીસન,” પ્રેસ્ટિજ ” હાઇફાઇ ગણનારા અને તે રસ્તે ચાલનારા માતા પિતા ખરા અર્થમાં સંતાનો ના ધડતર થી દુર ભાગે છે. બાળકો હોય કે યુવાન તેની જીદ ને સહજ તાબે થવાને બદલે તેની માનસીકતા ના ધડતર માટે સમય આપવાની ફુરસદ મા-બાપ કાઢતા નથી. જેનાં કારણે કિશોરવય, તરુણવય, સંતાનો અનિચ્છનીય અયોગ્ય નિર્ણયો શિકાર બને છે.

માતા-પિતા સંતાનનાં ઉજજવળ ભવિષ્ય માટે નહીં પણ ટુંકા ભવિષ્ય માટે ચિંતિત છે.માં-બાપ સ્વયં શોર્ટકટ નો શિકાર બની છે. એટીકેટી મેળવનાર યુવાનના માતા-પિતા તેનાં ગુણાંક સુધરે અને ઉતીણ થઇજાય તે માટે પાછલી દોટ લગાવનાર મા-બાપ ખરા અર્થમાં સંતાનો નુ અહિત કરતા રહયા છે. આજે કેટલા બાળકો સ્વયં શિક્ષણ સંસ્થા ની મુલાકાતો લે છે ? કેટલા માં બાપ પોતે નિશ્ચિત પ્રકાર નુ વાંચન કરે છે? મુખ્ય પ્રશ્ન એ છે કે બદલાતા શિક્ષણનાં પ્રવાહો થી માતા-પિતા સ્વયં અજ્ઞાત છે. કેટલી સંસ્થાઓ વર્તમાન માં માતા-પિતા ના નિયમિત મિલન મુલાકાત ગોઠવે છે. જયાં ગોઠવાય છે. ત્યા. પણ મહદઅંશે ઔપચારિકતા જોવા મળે છે. “ખાધુ પીધુ આનંદ કર્યો ” આ ભુમિકાનુ મિલન હોય છે.

જે ઘરમાં મા-બાપ વડીલો નીતિનું મુલ્યો નું શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય ઉદાસીન રહે તો શિક્ષકો, અધ્યાપકો, આ જવાબદારી કેવીરીતે નિભાવી શકે ? ઘરની વાતચીત કુંટુબ નાં વ્યવહારો થી આજ નું સંતાન પૂર્ણ જાગૃત છે. સાવધાન છે. આ સંજોગોમાં મગજમાં જે દાખલો ખોટો સ્થિર થયો હોય તેને સાચો કરવાની જવાબદારી શાળા કઇ રીતે કરી શકે ?
મા-બાપની ભુમિકા માત્ર જન્મદાતા ની જ નહીં ” જીવનદાતા ” પણ છે. જન્મ, આપવા પછી કેવળ ” આર્થીક ” જવાબદારી જ મા- બાપ સંભાળતા હોય અને “ધડતર ” માટે “આઉટસોર્સીગ ” જ કરવાનુ હોય તેમ જ થવાનું હોય તો સંતાન “આઉટસોર્સીગ ” ના કમાન્ડ પ્રમાણે જ તૈયાર થાય અને પછી મા-બાપને રડવાનો, આંસુ સારવાનો નૈતિક અધિકાર રહેતો નથી. સઘળી સુખ સગવડો જ આપવા અને “અગવડ” થી સંતાનો ને આઘા રાખવાની વર્તમાન પ્રતિ ભવિષ્યમા. મોટા ભાગે આત્મઘાતી સાબીત થાય છે.

ઘર કૂટુંબ – મા-બાપ પ્રથમ છેલ્લી પાઠશાળા છે. તેનો કોઇ જ વિકલ્પ હાઇ શકે નહીં માટે સમાજઉ જાગે, મા બાપ જાગે. સંતાનો ના ઉજજવળ ભવિષ્ય માટે સસ્તા સમાધાન નહીં સુખ નાં ત્યાગની જરુર છે. દાખલો ન આવડેતો મા-બાપે પણ જીવતરનાં દાખલા શીખવા સમય આપવો પડે. તૈયારી રાખવી પડે. જે ન આવડે તે ” ચાલશે.” ની મનોવૃતિ સમાજ ની હોય છે. મા- બાપ ની હોય તો સંતાનો’ ભાગશે ‘ અને ‘ ભાગશે”.
શિક્ષણ રથ નું આ પૈડુ આજે ઘસાયુ છે. ખોડગાતુ થયુ છે. તેનુ કારણ તેમાં ‘ તેલ ” પુરવા માટે તેનુ સ્કુ્ ટાઇટ કરવા માટે તેમને સમય નથી. અને તેમને જાગૃતિ પણ નથી. શિક્ષણ ના ચારે ચક્ર જયારે નબળા પડે છે. સ્વ.ધૂમકેતૂ ” વિનીપાત માં લખે છે. તેમ ” પડ છે ત્યારે સધળુ પડે છે.” ખલીલ જીબ્રા  ને ઘ પોકેટ માં પીટી ધ નેશનમાં ૯ સંજાગો દર્શાવ્યા છે. તેનુ મકરંદ દવે એ ” એ રાષ્ટ્ર  ની ખાજો દયા ” એવું હુબહુ ભાષાંતર કર્યુ છે. કાશ મા-બાપ ફુરસદ કાઢી ને સમજે અને સમાજ ઢંઢોળે તો!