Abtak Media Google News

તાલુકા ના છેવાડા ના ગામડાઓ માં માલધારીઓ ઉપર મહા મોટી મુસિબત આવી પડી છે વહીવટી તંત્ર તરફથી કોઈ પણ પુછપરછ કરવામાં નથી આવી સ્થાનિક ડોક્ટર ને ફોન કરવા માં આવે તો તેઓ ફક્ત એકજ વાત કરે છે. અમારા પાસે દવાઈઓ જ નથી તેવી રીતે ઉડતો જવાબ આપવામાં આવે છે.

દરરોજ સમાચાર પત્રો માં વહીવટી તંત્ર દ્વારા મોટા દાવા કરવામાં આવે છે અને અહીં લગભગ હજારો માં માલ નું મરણ થયો છે અને હજી પણ ચાલુ છે. અહીં માલધારી ઈસ્માઈલ ભાઈ હિંગોરા એ સ્થાનિક સરપંચ રજાક હિંગોરા ને જણાવાયું હતું કે, અમારા પાસે ફક્ત ફોન પર સાંત્વના આપવા આવે છે પણ કોઈ સ્થળ પર આવવા તૈયાર નથી જો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો માલધારીઓના છોટકે આત્મ હત્યા કરશે એવી પરિસ્થિતિ છે .

આ પરીસ્થીતીને કાબુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોમાં આના કારણે મહાભયંકર બિમારી નો રાફળો ફાટી નિકળવાની સંભાવના છે કારણ કે અહીં આજુબાજુ માં પશુ મરણના કંકાલની બદબુથી પ્રજાજનો પરેશાન છે.

આ વર્ષે માલીકે સારો વરસાદ વરસાવ્યો છે અને વગડો પણ અવનવી વનસ્પતિ ઘાસથી જુલી રહ્યો છે માલધારીઓના પશુધન માટે બારેમાસ ચાલે એટલું ઘાસ ઊગી નીકળ્યું છે જેથી આ વર્ષમાં વરસાદ  માલધારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે પણ વરસાદના માધ્યમથી  માલમા આવેલ માંદગી ના કારણે માલધારીઓની ચિતામાં વધા. ખાસ કરીને બકરી જેવા માલ મા બીમારી ના કારણે માલ વગડા મા ચારી શકતો નથી ચાલવામાં ભારે પરેશાની થાય છે અને મોઢું પાકિઆવતા ઘાસ પણ ચરી શકાય એમ નથી  અને એક દિવસ બીમારી મા સપડાયા બાદ મોત ને ભેટે છે એવા અહેવાલો માલધારી વર્ગમાંથી જાણવા મળેલ છે.

ખીરસરાના એક માલધારી  ભાઈ એ જણાવ્યું કે ખીરસરા  વિસ્તારના  માલધારીઓ ના વગ મા માંદગી આવ્યા અનેક ઘેટા બકરા મોત ને ભેટતા આભ ફાટી પડ્યું છે અમુક મઢા થઈ ગયા છે અને મોઢા પાકી આવ્યા છે હાથ વગા ઈલાજ કરી માલધારીઓ સારવાર કરે છે પગની ખડુંલી પાકી આવી છે.

તેમને કહ્યું કે, ગામનાં લગભગ  ઘણા બધા વગ મા પણ નાના માલ મા માંદગી આવી છે જેમાં પણ અસનખય લવારા અને બકરા મરણ સૈયા ઉપર છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય સેમિનાર કરી માલધારીઓ ના માલને બચાવાયા પ્રયાસ કરે તો ધેટા બકરાઓને મોતના મુખમાંથી ઉગારી શકાય. આમ આ વર્ષનો વરસાદ આશીર્વાદ રૂપ ઓછો અને માલ માટે અભિશાપ બન્યો છે હજુ પણ સમય સુચકતા જાળવી વહેલી તકે પશુ આરોગ્ય કેન્દ્રને તંત્ર તપાસ કરી તાત્કાલિક સારવારની સુચના આપે તો માલધારીઓને ન્યાય મળે એવું માલધારી વર્ગ ઈચ્છી રહ્યો છે. લતીફ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.