Abtak Media Google News
37 વર્ષ બાદ પંજાનો સાથ છોડયા બાદ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો

અબતક, રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સતત તુટી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રવકતા, સોશિયલ મીડિયાના પૂર્વ ક્ધવીનર, એઆઇસીસીના પૂર્વ ડેલીગેટસ સહિતના નેતાઓ ગઇકાલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. દરમિયાન આજે કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા છે.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા ભાજપે ફરી ભરતી મેળા શરુ કર્યા છે. ચુંટણી પહેલા જ કોંગ્રેસને માયકાંગલી બનાવી દેવાની વ્યુહ રચના પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે અપનાવી છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાથી બે ટર્મ ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય હરીભાઇ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રવકતા ભરતભાઇ દેસાઇ, કોંગ્રેસના સોશિયલ મીડિયાના પૂર્વ ક્ધવીનર રાકેશભાઇ ગૌસ્વામી, એ.આઇ.સી.સી. ના પૂર્વ કેલીગેટ પ્રશાંતભાઇ પરમાર, અને કિશાન સેનાના પ્રમુખ ભરતભાઇ પટેલ ગઇકાલે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટની ઉ5સ્થિતિમાં કેસરિયા કર્યા હતા.

પૂર્વ ધારાસભ્ય હરિભાઇ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં કર્મનિષ્ઠ કાર્યકરોની સતત ઉપેક્ષા થતી રહે છે જેથી પંજાનો સાથ છોડયો છે હું ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાયો નથી. ચુંટણી વર્ષમાં ભાજપ-કોંગ્રેસની એક પછી એક વિકેટ ખેડવી રહ્યું છે. ગત સપ્તાહે 37 વર્ષ બાદ કોંગ્રેસનો સાથ છોડનાર પ્રવકતા જયરાજસિંહ પરમારે પણ આજે કેસરીયા કર્યા હતા તેઓએ બે દિવસ પહેલા જ પોતાના સમર્થકોને ટવીટર પર એવી માહિતી આપી દીધી હતી કે તેઓ મંગળવારના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ રહ્યા છે દરમિયાન આજે બપોરે તેઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉ5સ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ રહયા હતા. વિધાનસભાની આગામી ચુંટણીમાં તેઓને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવે તેવી શકયતા પણ હાલ જણાય રહી છે.

ચૂંટણી નજીક આવતા ભાજપે ફરી ભરતી મેળો શરુ કરતા પક્ષના જુના કાર્યકરોમાં થોડી ઘણી નારાજગી વ્યાપી જવા પામી છે. અંદર ખાતે રોષ પણ પ્રવર્તી રહ્યા છે પરંતુ હાલ ગુજરાતમાં ભાજપ એટલું મજબુત છે કે નેતા કે કાર્યકરો પાસે કોઇ જ વિકલ્પ બચ્યો નથી. પોતાનું રાજકીય સહિતના અસ્તિત્વ ટકાવી રાખવા ફરજીયાત પણ ભાજપમાં જ રહ્યું પડે છે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.