Abtak Media Google News

ગોંડલના લીલાબા ગામનાં અકસ્માતે બ્રેઇન ડેડ જાહેર થયેલ યુવાન હાર્દિક જેરામભાઇ ઠડિયા ના પરિવારે તેમના અંગોનું દાન જુદા જુદા ૬ વ્યકિતઓને કરીને હાર્દિક નું જીવન અમર બનાવ્યું જેરામભાઇ અને તેમના પરિવાર પર આવી પડેલ આ અણધારી આપતિમાં પણ સમાજના હિતને હૈયે રાખી ખુબ જ સ્વચ્છ અને ભાઇ હાર્દિકના અંગો જેવા કે બે કિડની, લીવર, પેનક્રિયાસ્ક બંને ચક્ષુઓ વગેરેનું દાન કરીને ૬-૬ વ્યકિતઓના પરિવારને ધબકતા કરી દીધા છે.

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઇ મહેતા, કનુભાઇ ટાંક, કિશોરભાઇ દવે અને ગોંડલના સેવાભાવી કાર્યકર મહેશભાઇ ગોહેલ વગરે તેમના પરિવારને તેમના વતન લીલાખામાં રુબરુ મળીને સાંત્વના આપી અને કરેલા આ મહાદાનને પ્રમાણપત્રોથી બિરદાવી સમગ્ર સમાજ વતી ઋણ સ્વીકાર કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.