Abtak Media Google News

ધારી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાભાવી કબીર રાજકીય ભીષ્મકતામાં અને સફળ લોક સેવક તરીકે ની બે દાગ સમાજસેવા સાથે જીવન જીવનાર ધારીના રાજકીય ભીષ્મ ડોક્ટર જસાણીનું 91 વર્ષની અવસાન થતા સમગ્ર વિસ્તારમાં ઘેરો શોક છવાયો છે.. ડોક્ટરના અવસાનના સમાચાર ને પગલે સમગ્ર વિસ્તારમાં ડોક્ટર જસાણીની બે દાગ રાજકીય કારકિર્દી અને જીવનના અંતિમ તબક્કામાં પણ અવિરત લોક સેવા સમગ્ર વિસ્તારના લોકોની નજરમાં ફરીથી સજીવન થઈ જવા પામી છે અને અવસાન પગલે સમાજના દરેક સ્વજન ગુમાવ્યા નો આંચકો અનુભવ્યું છે આજે ડોક્ટર જેસાણીના વિદાયના પગલે સમગ્ર શહેર વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને ધારીના લોક સેવકને અંજલીઆપી હતી

Advertisement

માનવતાવાદી ડોક્ટર, નિસ્વાર્થ સમાજ સેવક, અને પ્રમાણિક લોક સેવક તરીકે ડોક્ટર ડો.જસાણી જીવનના અંતિમ શ્વાસ સુધી સમાજને ઉપયોગી થતા રહ્યા:  સમાજસેવકને અંતિમ વિદાય આપવા ધારી સ્વયંભુ બંધ: સ્મશાનયાત્રામાં હજ્જારો લોકોએ અંજલી આપી

ડોક્ટર જસાણી બે ટર્મ સુધી  અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહીને શ્રેષ્ઠ અને યાદગાર કામગીરી કરી હતી. પોતાની રાજકીય કુનેહ, આવડત અને રાજકીય પદ- જવાબદારીસત્તા ને “સેવા”નું માધ્યમ બનાવવાનો એક નવો રસ્તો ડોક્ટર જસાણીએ કંડારી ને એક આગવો દાખલો ઊભો કર્યો હતો, 91 વર્ષની વયે પણ તેમનુંતંદુરસ્ત ફીટ સ્વાસ્થ્ય યુવાનો માટે પણ માર્ગદર્શક હતું .

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ના સમગ્ર રાજ્યમાં આવેલા તમામ ટ્રસ્ટો માં ડોક્ટરજસાણી એ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળી હતી. ડોક્ટર જસાણી અમરેલી વિદ્યાસભા, ધારી મહિલા કોલેજ, ધારી ગર્લ હાઇસ્કુલ ના ટ્રસ્ટી અને સંચાલક તરીકેની જવાબદારી સંભાળી હતી .ડોક્ટર, કેળવણીકાર, સફળ રાજકારણી, સમાજસેવક અને માનવતાના હિમાયતી ડોક્ટર જસાણીની સમગ્ર જીવનશૈલી બહુમુખી સમાજ ઉપયોગી પ્રતિભા તરીકે છેલ્લે સુધી સમાજને સુવાસ આપતી રહી હતી, વ્યવસાયે તબીબ હોવાથી ડોક્ટર જસાણી દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી વિનામૂલ્યે ક્લિનિક ચલાવ્યું હતું ડોક્ટર જસાણીની ખોટ ધારી પંથકમાં આજીવન વણ પુરાયેલી રહેશે

ધારી ગામે આજે સ્વયંભુ બંધ પાળી ડોક્ટર જસાણીને આપી શ્રદ્ધાંજલિ ધારી પંથકના લોકસેવક અને સર્વ સમાજના પોતિકા સ્વજન તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા માં કાર્યરત રહેલા ડોક્ટર જસાણી નું અવસાન થતાં સમગ્ર પંથકમાં શોક નો માહોલ છવાયો છે, ધારી ગામના તમામ વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ રાખીને ને પોતિકા લોક નેતા શ્રદ્ધાંજલિ આપી હતી ડોક્ટર જસાણીને શ્રદ્ધાંજલિ આપતા રાજકીય સામાજિકઆગેવાન હસુભાઈ સોની, સંજયભાઈ ધાનક પ્રવીણભાઈ સોની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપરેશભાઈ પટણી વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા અનાજ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ દર્શિતભાઈ કોઠારી એ ગામને સ્વયંભૂ બંધની કરેલી અપીલમાં સમગ્ર ગામ જોડાયું હતું અને સવારે 10:00 વાગે ડોક્ટર જસાણીના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા જૈન સમાજ અને સમગ્ર ગામ વિશાળ સંખ્યામાં ડોક્ટર જસાણી ની અંતિમયાત્રામાં ઉમટી પડ્યું હતું

Screenshot 1 2 ડો.જસાણી ખરા અર્થમાં ગરીબોના બેલી હતા

ધારી ના રાજકીય આગેવાન.. રાજુભાઈ વેગડ મોનનપર મોણપર વાળાએ….એ ડોક્ટર જસાણીને વિશે જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબની ખોટ ક્યારેય નહીં પુરાય તે ખરા અર્થમાં ગરીબોનાબેલી હતા ગરીબ જરૂરિયાત મંદો ની સેવામાં તેમણે ક્યારેય પાછી પાની કરી ન હતી અને તે ગરીબ જરૂરિયાત મંદોની સેવા માટે જ તેમણે છેલ્લે સુધી વિનામૂલ્ય દવાખાનું ચલાવીને સેવા કરી હતી આમ ડોક્ટર જસાણી ખરા અર્થમાં ગરીબોનાબેલી હતા.

Img 20231211 Wa0036 પહેલેથી જ તેઓએ ગામમાં રહીને સેવા કરવાનો નિશ્ચય કર્યો હતો તેઓના આ સંકલ્પ પૂરા કરવામાં કુદરતે તેમને સાથ આપ્યો

ડોક્ટર જસાણી ના શબ્દ જીવનમાં ખરા અર્થમાં સત્ય પુરવાર થયા. આજીવન સેવાના ભેખધારી અમરેલીજિલ્લા પંચાયતના બે બે ટર્મ સુધી પ્રમુખ પદની જવાબદારી સંભાળી કેળવણીકાર ,અનેકવિધ સેવાભાવી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકેની મુખ સેવા સાથે જીવનની છેલ્લી ઘડી સુધી વિનામૂલ્ય દવાખાનુ ચલાવીને લોક હૃદયમાં અમર બનેલા ડોક્ટર જસાણીએ એક વખત ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેં પહેલેથી જ ગામમાં રહી સેવા કરવાનો નિશ્ચય કર્યો હતો અને આથી જ મને ધારીમાં રહી સેવા કરવા માં આનંદ આવે છે મારા સંકલ્પ પૂરા કરવામાં મને કુદરતે સાથ આપ્યો તેનો મને સંતોષ છે.

ડો.જસાણી એટલે શિસ્તના આગ્રહી ચુસ્ત ગાંધીવાદી પરોપકારી વૃત્તિથી તે મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે હંમેશા યાદ રહેશેScreenshot 2 2

ધારી નહીં સમગ્ર અમરેલી અને રાજ્યભરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં નિસ્વાર્થ સેવા આપનાર ડોક્ટર જસાણી શિસ્તના આગ્રહી ચુસ્ત ગાંધીવાદી અને પરોપકારી વૃત્તિથી હંમેશા મુઠી ઊંચેરા માનવી તરીકે યાદ રહેશે સમાજના દરેક વર્ગના લોકોને ડોક્ટર જસાણી પોતીકા લાગતા હતા નિવૃત શિક્ષક એલ ટી પરમાર, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, કેતનભાઈ સોની, એ આર મહેતા અને દાઉદભાઈ લલિયાએ ડોક્ટર જસાણીને માનવતાના ખરા મસીહા ગણાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.