Abtak Media Google News
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાનાં ૧૯૫૦ કરોડનાં વિવિધ પ્રકારનાં વિકાસકાર્યોનાં ખાતમુર્હત અને લોકાર્પણ કર્યા: ગાંધીનગર પ્રીમીયમ લીગનું પણ ઉદ્ઘઘાટન કર્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ.હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો-નાગરિકો ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતીઓને આજે કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યુ.અમદાવાદમાં ઔડા અને અમદાવાદના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યુ.તો અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસકામોની ભેટ આપી છે, આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા છે.

Definition Of Development Started From Small Villages Of Gujarat: Amit Shah
Definition of development started from small villages of Gujarat: Amit Shah

અમિત શાહે 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને 649.37 કરોડ રુપિયાના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. સૌપ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ છે. ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી,તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે.

મોદી સરકારે રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ કર્યુ છે. આ સાથે જ અમિત શાહે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે દ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. તો કોંગ્રેસકાળમાં અટકેલા વિકાસ કામોને લઇને પ્રહાર પણ કર્યા હતા. અમિત શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કામોને ગતિ આપી.દરેક ક્ષેત્રમાં 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગતિ જાળવી રાખી છે.તેમણે કહ્યુ કે વિકાસની વ્યાખ્યા ગુજરાતના નાના ગામોથી આપવાનું શરુ કરવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.